સમગ્ર દુનિયામાં iPhoneની ઓળખ એક ખાસ બ્રાન્ડ તરીકે છે. આ બધાની વચ્ચે iPhone 8 Plusના બ્લાસ્ટના રિપોર્ટ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 2 ઘટના સામે આવી છે એક તાઈવાનમાં જ્યારે બીજી ઘટના જાપાનની છે. સોશિયલ મીડિયા પર આવેલા રિપોર્ટ અનુસાર બંને સ્માર્ટફોન પોતાની જાતે જ ખુલી ગયા. યુઝર્સે ડેમેજ્ડ સ્માર્ટફોનના ફોટો પણ શેર કર્યો છે.
મીડિયા રિપોર્ટસ મુજબ પહેલી ઘટનામાં કસ્ટમરે iPhone 8 Plus પાંચ દિવસ સુધી ઉપયોગ કર્યો અને ચાર્જિંગ દરમિયાન iPhone 8 Plus બ્લાસ્ટ થઈને ખુલી ગયો. આવું બેટરી ફૂલી જવાથી થયું જેમાં કોઈ આગ નથી લાગી અને માત્ર ફોન ખુલી ગયો છે તે ઘટના તાઈવાનની છે.
બીજી ઘટના જાપાનની છે. અહીં કસ્ટમર્સ કેરે દાવો કર્યો છે કે તેમને બોક્સમાં બ્લાસ્ટ થયેલો એટલે કે હાર્ડવેયર ખુલો iPhone 8 Plus મળ્યો છે. તેમણે ફોટો પણ પોસ્ટ કર્યો છે જેમાં તમે iPhone 8 Plus બેટરી ફૂલી જવાને કારણે ખુલી ગયો છે. અમેરિકન કંપની એપલે iPhone 8 Plus આ સ્થિતિ બાદ તપાસ શરૂ કરી દીધી છે.
લિયુએ વેબસાઇટને જણાવ્યું છે કે, આ હેન્ડસેટ તેણે ઓનલાઇન માર્કેટપ્લેસ પરથી ખરીદ્યો હતો. લિયુએ નવા ડિવાઇસને ચાર્જ કર્યું નથી અને સેલરને પાછું મોકલાવી દીધું છે. લિયુએ લીધેલી તસવીરોમાં આઈફોન 8 પ્લસ પાછળની બાજુએ ફૂલી ગયેલો દેખાય છે, જેમાંથી ફોનની અંદરના પાર્ટ્સ નજરે પડી રહ્યા છે.
જોકે, એપલના પ્રવક્તાએ કહ્યું છે કે, કંપની આ મામલે તપાસ કરી રહી છે. એપલની 10મી વર્ષગાંઠ પર લોન્ચ કરાયેલા આઈફોન 8ને માર્કેટમાં કંઈ ખાસ રિવ્યુ મળી રહ્યા નથી. તેના લોન્ચિંગ બાદ કંપનીના શેરમાં ઘણું નુકસાન ગયું હતું. એપલના અગાઉના આઈફોન્સની સરખામણીએ આ ડિવાઇસના પ્રી-ઓર્ડર્સ પણ ઘણા ઓછા રહ્યા છે. તેનું એક કારણ એ પણ હોઈ શકે કે, એપલના ફેન નવેમ્બરની શરૂઆતમાં આવી રહેલા પ્રીમિયમ આઈફોન Xની રાહ જોઈ રહ્યા છે.