iQOO 9 સિરીઝ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સિરીઝના ત્રણ સ્માર્ટફોન iQOO 9 Pro 5G, iQOO 9 અને iQOO 9 SE લૉન્ચ કરવામાં આવ્યા છે. iQOO 9 Pro ફ્લેગશિપ સ્માર્ટફોન છે. જ્યારે iQOO 9 મિડ-રેન્જ સ્માર્ટફોન છે. જ્યારે iQOO 9 SE એન્ટ્રી લેવલનો સ્માર્ટફોન છે. તેમજ iQOO ગેમ પેડ અને iQOO 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જર પણ રજૂ કરવામાં આવ્યા છે.iQOO 9 Pro 5G સ્માર્ટફોન માટે Snapdragon 8 Gen 1 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી S22 સિરીઝને આ ચિપસેટ સપોર્ટ સાથે રજૂ કરવામાં આવી છે. જ્યારે iQOO 9 સ્નેપડ્રેગન 888+ દ્વારા સપોર્ટેડ છે અને iQOO 9 SE સ્નેપડ્રેગન 888 ચિપસેટ દ્વારા સપોર્ટેડ છે.
કિંમત
iQOO 9 Pro 5G
8GB+256GB – રૂ. 54,990
12GB+256GB – રૂ. 69,990
ફોન બે કલર ઓપ્શન લેજેન્ડ અને ડાર્ક ક્રૂઝમાં આવશે. ફોનનું પ્રી-બુકિંગ 23 ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે.
iQOO 9
8GB+128GB – રૂ 42,990
12GB+256GB – રૂ 46,990
ફોન બે કલર ઓપ્શન લેજેન્ડ અને આલ્ફામાં આવશે. ફોનનું પ્રી-બુકિંગ 23 ફેબ્રુઆરીથી શરૂ થશે.
iQOO 9 SE
8+ 128GB – રૂ. 33,990
12+256GB – રૂ. 37,990
ફોન બે કલર વિકલ્પો સનસેટ સિએરા અને સ્પેસ ફ્યુઝનમાં આવશે. ફોનનું પ્રી-બુકિંગ 23 ફેબ્રુઆરીથી શરૂ થશે.
ઓફર
iQOOના 50W વાયરલેસ ફ્લેશ ચાર્જરની કિંમત 4,499 રૂપિયા છે. તે જ સમયે, iQOO ગેમ પેડ 2,999 રૂપિયામાં ખરીદી શકાય છે. iQOO દ્વારા iQOO 9 સિરીઝની ખરીદી પર રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ આપવામાં આવે છે. iQOO 9 Pro ને ICICI બેંક કાર્ડથી ખરીદી પર રૂ. 6000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે iQOO 9 પર 4000 રૂપિયા અને iQOO SE પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.