સોશિયલ મીડિયા પર દરરોજ કંઇક ને કંઇક વાયરલ થાય છે. આમાંની કેટલીક બાબતો ખૂબ જ આશ્ચર્યજનક પણ છે. આ સાથે ઘણી વખત કેટલીક નકલી વસ્તુઓ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ જાય છે, જેના પર લોકો ઘણો વિશ્વાસ પણ કરે છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર દ્વારા તમારા વોટ્સએપ અને કોલિંગ પર નજર રાખવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા મેસેજમાં ઘણી વાતો લખવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, ‘વ્હોટ્સએપ અને ફોન કોલ માટેના નવા કોમ્યુનિકેશન નિયમો આવતીકાલથી અમલમાં આવશે. તમામ કોલ્સ રેકોર્ડ કરવામાં આવશે. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને તમામ સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે. તમારા સાધનો મંત્રાલય સિસ્ટમ સાથે જોડાયેલા હશે. કોઈને ખોટો મેસેજ ન જાય તેનું ધ્યાન રાખો.
एक मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार द्वारा 'नए संचार नियम' के तहत सोशल मीडिया और फोन कॉल की निगरानी की जाएगी।#PIBFactCheck
▶️ यह दावा फ़र्ज़ी है।
▶️ भारत सरकार द्वारा ऐसे कोई नियम लागू नहीं किए गए हैं।
▶️ ऐसी किसी भी फ़र्ज़ी/अस्पष्ट सूचना को शेयर ना करें। pic.twitter.com/AgzWvDAqGa
— PIB Fact Check (@PIBFactCheck) June 29, 2022
આ સિવાય આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે, ‘હાલમાં કોઈપણ રાજકીય કે ધાર્મિક વિષય પર મેસેજ લખવો કે મોકલવો એ ગુનો છે. આમ કરવાથી વોરંટ વગર ધરપકડ થઈ શકે છે. પોલીસ નોટિફિકેશન જારી કરશે… પછી સાયબર ક્રાઈમ… પછી પગલાં લેવાશે. આ અત્યંત ગંભીર છે. ખોટો સંદેશો ન મોકલવા સાવચેત રહો અને બધાને જણાવો અને આ વિષય પર ધ્યાન આપો.’
જોકે, PIB ફેક્ટ ચેક દ્વારા આ મેસેજને નકલી ગણાવ્યો છે. PIB ફેક્ટ ચેકમાંથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આવા કોઈ નિયમો લાગુ કરવામાં આવ્યા નથી. આ દાવો ખોટો છે. આવી કોઈપણ નકલી/અસ્પષ્ટ માહિતી શેર કરશો નહીં.