itel એ ભારતમાં વધુ એક સસ્તો સ્માર્ટફોન itel A70 લોન્ચ કર્યો છે. ફોનની બેક પેનલ iPhone જેવી લાગે છે અને તેમાં 12GB રેમ, 256GB ઇન્ટરનલ સ્ટોરેજ જેવા ફીચર્સ પણ છે.
itel એ ભારતમાં વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ડાયનેમિક રેમ એક્સપેંશન ફીચર સાથે આવે છે, જેની મદદથી ફોનની રેમને 8GB સુધી વધારી શકાય છે. આ સિવાય ફોનમાં 256GB સુધી ઇન્ટરનલ સ્ટોરેજ સપોર્ટ કરે છે. itel A70 ની બેક પેનલ iPhone જેવી દેખાશે. તેને ફીલ્ડ ગ્રીન, એઝ્યુર બ્લુ, બ્રિલિયન્ટ ગોલ્ડ અને સ્ટાર્લિશ બ્લેક કલર વિકલ્પો સાથે રજૂ કરવામાં આવ્યું છે. આવો, આ બજેટ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણીએ…
કિંમત કેટલી છે?
itel A70 ત્રણ સ્ટોરેજ વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યું છે – 4GB RAM + 64GB, 4GB RAM + 128GB અને 4GB RAM + 256GB. આ સ્માર્ટફોનના તમામ વેરિઅન્ટની રેમ વર્ચ્યુઅલ રીતે 8GB સુધી વધારી શકાય છે. આ રીતે યુઝર્સને કુલ 12GB રેમનો સપોર્ટ મળશે. ફોનની શરૂઆતી કિંમત 7,299 રૂપિયા છે. આ સ્માર્ટફોનને ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પર લિસ્ટ કરવામાં આવ્યો છે. ફોનનું વેચાણ ક્યારે શરૂ થશે તે અંગેની માહિતી હજુ સુધી શેર કરવામાં આવી નથી.