ભારત ટેલિકોમ કૉર્પોરેશને જીયો અને એરટેલને સ્પર્ધા આપવા માટે તેના લાંબા ગાળાની માન્યતા પ્રાપ્ત પ્રીપેડ પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યું છે. આ પેકની કિંમત 1,999 રૂપિયા છે, જે વપરાશકર્તાને દરરોજ 2 જીબી ડેટા આપશે. આ પેક અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને દરરોજ 100 એસએમએસ મળશે. એકંદરે વપરાશકર્તા ને 730 જીબી ડેટા ઉપલબ્ધ મળશે. આ લાંબા ગાળાનો બીએસએનએલનો પ્રિપેઇડ પેક હાલમાં ચેન્નાઇ અને તમિલનાડુ સર્કલોમાં લાગુ છે. ટેલિકોમ ટોકએ આ પેક વિશેની માહિતી આપી છે. આ પેક પ્રમોશનલ હોય તેવું લાગે છે અને 25 જૂનથી 22 સપ્ટેમ્બર વચ્ચે તેનો ફાયદો મેળવવો શક્ય બનશે. બીએસએનએલના 1,999 રૂપિયાના આ પેકની તુલનામાં, Jio પાસે 1,999 રૂપિયાની યોજના છે. તે 180 દિવસની માન્યતા આપે છે અને કુલ 125 જીબી હાઇ સ્પીડ ડેટા વપરાશ આપવામાં આવે છે.તે ધ્યાનમાં રાખો કે જીઓ સમગ્ર દેશમાં 4જી વીઓએલટીઇ સેવા પ્રદાન કરે છે.
આ પેક બીએસએનએલના વપરાશકર્તાને પીઆરબીટીને સેવા પણ આપશે. આ ઉપરાંત તમને જણાવીએ કે કંપની કેરળ સર્કલ સિવાય ગમે ત્યાં 4જી સર્વિસીસ ઓફર કરતી નથી. ઉપરાંત, આ પેકની માન્યતા 365 દિવસ અથવા કહી શકાય કે 12 મહિનાની છે. જૂન મહિનાની શરૂઆતમાં BSNL એ ઘણા પ્રિપેઇડ પેક્સના ડેટાને વધારીને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. 14 રૂપિયાથી લઈને 241 રૂપિયા સુધીના પેક અપગ્રેડ થઈને આવ્યા હતા. એમાં 2 જીબી સુધીના ડેટાનો વધારો મળ્યો છે, જયારે પેહલા 1 જીબી અને 1.5 જીબી સુધી જ આપવામાં આવતું હતું આમાં પણ વપરાશકર્તાને પીઆરબીટી સેવાનો લાભ મળતો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.