જો તમે એરટેલ કે જિયોનું સિમ કાર્ડ યુઝ કરતાં હોય તો આ ખબર તમારા માટે છે કારણ કે તમે હવે મોબાઇલ નેટવર્ક ન હોય તો પણ ફોન પર વાત કરી શકો છો. એરટેલ અને જિયોએ પોતાની VoWiFi એટલે કે વૉઇસ ઓવર વાઇ-ફાઇ સર્વિસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી 4G યુઝર્સ VoLTE એટલે કે વોઇસ ઓવર એલટીઇ દ્વારા કૉલિંગ કરી શકે છે.
વૉઇસ ઓવર વાઇફાઇ કે VoWiFi વાઇ-ફાઇ દ્વારા કામ કરે છે. તેના વોઇસ ઓવર આઇપીને VoIP પણ કહેવામાં આવે છે. VoWiFi દ્વારા તમે હોમ વાઇ-ફાઇ, પ્લિક વાઇ-ફાઇ અને વાઇ-ફાઇ હોટસ્પોટની મદદથી કૉલિંગ કરી શકો છો. જેમ કે જો તમારા મોબાઇલમાં નેટવર્ક ન હોય તો તમે કોઇ વાઇ-ફાઇ કે કોઇના હૉટસ્પોટ દ્વારા ફોન પર આરામથી વાત કરી શકો છો. VoWiFiનો સૌથી મોટો ફાયદો રોમિંગમાં થાય છે કારણ કે તમે વાઇ-ફાઇ દ્વારા ફ્રીમાં વાત કરી શકો છો.
સૌથી મોટો ફાયદો રોમિંગમાં થાય છે કારણ કે તમે વાઇ-ફાઇ દ્વારા ફ્રીમાં વાત કરી શકો છો.

Wi-Fiથી કેવી રીતે થશે ફોન પર વાત?
જો તમને હજુ પણ VoWiFi કૉલિંગ શું છે તે ન સમજાય તો અમે તમને ઉદાહરણ દ્વારા સમજાવીએ. જે કે તમે વૉટ્સએપ કૉલિંગ કરો છો અને તેમાં તમારુ બેલેન્સ નથી કપાતુ કારણ કે તેમાં તેમારા ઇન્ટરનેટ નેટવર્કનો ઉપયોગ કરે છે. એટલે કે મોબાઇલ નેટવર્ક વિના કોઇ વાઇ-ફાઇ દ્વારા કૉલિંગને VoWiFi કૉલિંગ કહે છે.

iPhoneમાં Wi-Fi કૉલિંગ
સૌપ્રથમ તમને જણાવી દઇએ કે તમે VoWiFi કૉલિંગ ત્યારે જ કરી શકશો જ્યારે તમારો સ્માર્ટફોન WiFi કૉલિંગનો સપોર્ટ કરનાર હશે અને સાતે જ તમારો ટેલિકોમ ઓપરેટર પણ VoWiFiની સુવિધા આપતો હોય. ફોનની સેટિંગ્સમાં નેટવર્ક સેટિંગ્સમાં જઇને તમે તેને ચેક કરી શકો છો. જો તમારા ફોનના નેટવર્ક સેટિંગમાં વાઇ-ફાઇ કૉલિંગનો ઓપ્શન જોવા મળે તો તમે VoWiFi કૉલિંગ કરી શકો છો. દેશમાં હાલ જિયો અને એરટેલ VoWiFiની સુવિધા આપે છે.