રિલાયન્સ જિયોએ પોતાના જિયો ફાયબર કસ્ટમર્સ માટે 199 અને 351 રૂપિયાના બે નવા અફોર્ડેબલ પ્રીપેડ બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ કર્યા છે. નવા પ્લાન્સમાં યુઝર્સને ડેટા એક્સેસ, અનલિમિટેડ વૉઇસ કૉલ, કોમ્પ્લીમેન્ટ્રી ટીવી વીડિયો કૉલિંગની સુવિધા મળશે.
351 રૂપિયામાં મંથલી પ્લાન
351 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 10 એમબી પ્રતિ સેકેન્ડની સ્પીડથી 50 જીબી ડેટા મળશે. તેની વેલીડીટી 30 દિવસની રહેશે. જો તમારો આ ડેટા સમય કરતાં પહેલાં પૂરો થઇ જાય તો ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 1 એમબીપીએસ થઇ જશે. તેમાં યુઝર્સ અનલિમિટેડ વૉઇસ કૉલનો ઉપયોગ કરી શકો છો. 351 રૂપિયાના પ્લાન માટે જીએસટી બાદ કુલ 414 રૂપિયા ચુકવવાના રહેશે.
199 રૂપિયામાં વીકલી પ્લાન
સાથે જ 199 રૂપિયાના પ્લાનમાં યુઝર 100 એમબી પ્રતિ સેકેન્ડની સ્પીડ સાથે અનલિમિટેડ ડેટા એક્સેસ કરી શકશો. તેની વેલીડીટી સાત દિવસની છે.
કંપનીએ આ લેટેસ્ટ ટેરિફ પેકની કિંમત 351 રૂપિયા નક્કી કરી છે. યુઝર્સને આ પ્લાનમાં 50 જીબી ડેટા અને અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળશે. તમને જણાવી દઇએ કે આ રિચાર્જ પેક જિયો ફાયબર પોર્ટફોલિયાનો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે.
જિયો ફાયબરનો નવો પ્લાન
યુઝર્સને જિયોના મંથલી રેન્ટલ વાળા પ્લાનમાં 10 એમબીપીએસની સ્પીડ સાથે દર મહિને 50 જીબી ડેટા મળશે. જો યુઝર્સ સમય પહેલાં ડેટા પૂરો કરી દે તો તેને 10 એમબીપીએસથી મળતી ઇન્ટરનેટ સ્પીડને 1 એમબીપીએમ કરી દેવામાં આવશે.આ ઉપરાંત જિયો યુઝર્સ અનલિમિટેડ કૉલિંગનો લાભ લઇ શકશે. યુઝર્સને આ પ્લાન જીએસટી સાથે 414 રૂપિયામાં પડશે. બેનેફિટ્સની વાત કરીએ તો કંપની યુઝર્સનો કોમ્પ્લીમેન્ટ્રી ટીવી વીડિયો કૉલિંગની સુવિધા આપશે.
નહી આપવો પડે ઇન્સ્ટોલેશન ચાર્જ
યુઝર્સને આ પ્લાન માટે ઇન્સ્ટોલેશન ચાર્જ નહી આપવો પડે. આ ઉપરાંત વન ટાઇમ ચાર્જ પણ નહી આપવો પડે. જો કે સામાન્ય રીતે યુઝર્સે જિયો ફાયબર કનેક્શન ખરીદવા માટે 2500 રૂપિયા આપવા પડતાં હતા.
પ્રિવ્યૂ ઑફર થઇ બંધ
જિયોએ પોતાના ગ્રાહકનો ઝટકો આપતાં પ્રિવ્યૂ ઑફર બંધ કરી દીધી છે. હવે ગ્રાહકોને કનેક્શન સાથે જ બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને ટાઇટેનિયમમાંથી કોઇ એક પ્લાન લેવો પડશે.
બ્રોન્ઝ પ્લાન
આ મંથલી પ્લાનની કિંમત 699 રૂપિયા છે. જો તમે 12 મહિનાનો પ્લાન લો છો, તો તમારે 8,388 રૂપિયા ચૂકવવા પડશે. આમાં તમને 100 એમબીપીએસ સ્પીડ મળશે. તેમાં કુલ 2400 જીબી ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને જિઓ એપ સબ્સ્ક્રિપ્શન્સ મળશે. જો તમે 12 મહિનાનો પ્લાન લેશો, તો તમને 6 વોટના બ્લૂટૂથ સ્પીકર, 4 કે સેટટૉપ બૉક્સ અને જિઓ હોમ ગેટવે ફ્રી મળશે. આ સાથે, તમને બે મહિનાની ફ્રી સેવા મળશે, એટલે કે, આ એક વર્ષનો પ્લાન લીધા પછી, તમે તેનો ઉપયોગ કુલ 14 મહિના સુધી કરી શકશો.
સિલ્વર પ્લાન
આ પ્લાનની કિંમત 849 રૂપિયા છે. યરલી પ્લાનનો ખર્ચ 10,188 રૂપિયા થશે. આ પ્લાનમાં 3,999 રૂપિયાની કિંમતનું સ્પીકર ફ્રીમાં મળશે. સાથે 4K સેટટોપ બૉક્સ અને જિઓ હોમ ગેટવે ફ્રી હશે. આ પ્લાનમાં 100 એમબીપીએસની ડેટા સ્પીડ મળશે.