રિલાયન્સ JIOએ પોતાના ગ્રાહકો માટે બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. આ નવા પ્લાન JIO રૂ.199 અને રૂ.299માં લઇને આવ્યું છે. આ પ્લાનને કંપનીએ હેપ્પી ન્યુ યર 2018 પ્લાન નામ આપ્યું છે. આ પ્લાનમાં ઓછા દરે ડેટાનો લાભ મળી રહ્યો છે. દરરોજ 2 GB ડેટાની સાથે આ પ્લાનમાં દરરોજ ફ્રી વોઇસ કોલીંગ,નેશનલ રોમિંગ, એસએમએસ અને JIO એપ્સના ફ્રી સબસ્ક્રીપ્શન પણ મળશે. રૂ.199ના પ્લાનમાં તમને દરરોજ 1.2 GB 4-G ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.
બીજો પ્લાન રૂ.299નો છે. તેની વેલિડિટી પણ 28 દિવસની જ છે. આ પ્લાનમાં તમને દરરોડ 2 GB 4-G ડેટા મળશે. મર્યાદા પૂરી થતાં તમને 128 કેબીપીએસની સ્પીડ પર ઇન્ટરનેટ મળશે.
અા સિવાય રૂ.149નો પ્લાન 28 દિવસની વેલીડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને 4 GB ડેટા મળે છે. સાથે જ રૂ.399,459 અને 499ના પ્લાનમાં અનુક્રમે 70, 84 અને 91 દિવસોની વેલિડિટી સાથે દરરોજ 1 GB 4-G ડેટા મળે છે. રૂ.509ના પ્લાનમાં 49 દિવસની વેલિડીટી સાથે દરરોજ 1 GB 4-G ડેટા મળે છે.

Reliance Jio Infocomm 4G

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.