IPL 2018ની શરૂઆતમાં હવે થોડા દિવસો રહ્યા છે અને આવા સમય પર ટેલિકોમ કંપની રિલાયન્સ Jioએ એક નવી ઓફર શરૂ કરી છે. આ પ્રીપેડ પેક છે અને તે માટે તમારે 251 રૂપિયા ખર્ચ કરવો પડશે.આ પેકમાં 51 દિવસની વેલિડિટી મળે છે જ્યારે 102 જીબી ડેટા મળશે.
IPL 2018ના ઑગસ્ટ 7 એપ્રિલે શરૂ થઇ રહ્યું છે અને તે 27 મેના રોજ પૂર્ણ થશે.રિલાયન્સ જીયો દ્વારા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર આ પેક દ્વારા ગ્રાહકો લાઇવ મેચ (આઈપીએલ) જોઈ શકશે.નિવેદનમાં જણાવાયું છે, ’51 દિવસ સુધી સતત તમે લગભગ તમામ મેચને લાઇવ સ્ટ્રીમમા જોઈ શકશો. એટલે કે આ પેક બે ખાસિયત ધરાવે છે. ક્રિકેટ સીઝન પેક હેઠળ રિલાયન્સ જીયોએ લાઇવ મોબાઇલ ગેમિંગ પણ લોન્ચ કરી છે જે સ્માર્ટફોન યુઝર્સ એક્સેસ કરી શકશે.આ ગેમમાં 11 ભાષાઓ સપોર્ટ કરશે દાવો કર્યો છે કે લાઈવ ગેમિંગ દરમિયાન રીઅલ ટાઇમ ઇન્ટરએક્શનની પણ તક મળે છે અને આ માટે પણ પ્રાઇઝ આપવામાં આવશે.
આઈપીએલની શરૂઆત સાથે જિયોનું દે ધનાધન લાઇવ શો પણ શરૂ થાય છે જેમાં સેલિબ્રિટી ગેસ્ટ હાજર રહેશે.આમાં શિલ્પા શીંદે, અલી અજગર, સુગંધા મિશ્રા અને પૂર્વ ક્રિકેટર કપિલદેવ અને વિરેન્દ્ર સેહવાગનો પણ સમાવેશ થાય છે.