દિવાળી પહેલાં પોતાના ગ્રાહકોને રિલાયન્સ જિયોએ એક શાનદાર ગિફ્ટ આપી છે. ગિલાયન્સે Jio Phoneના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે, જે બાદ આ ફોનને ગ્રાહકો માત્ર 699 રૂપિયામાં ખરીદી શકે છે. દિવાળી પર ગ્રાહકોને આપવામાં આવેલી કંપનીની આ સૌથી બેસ્ટ ગિફ્ટ છે. રિલાયન્સે Jio Phoneને જુલાઇ 2017માં 1500 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો. તે બાદ કંપનીએ એક્સચેન્જ ઑફર શરૂ કરી હતી. જે અંતર્ગત Jio Phone માત્ર 501 રૂપિયામાં મળી રહ્યો હતો. હવે ઘણા સમય બાદ કંપની આ ફોનને નવી ઑફર સાથે માર્કેટમાં લાવી છે.
રિલાયન્સ Jio Phone લેવા માંગતા ગ્રાહકોએ સૌથી પહેલાં તેની સત્તવાર વેબસાઇટ www.jio.com પર જવાનું રહેશે. દિવાળી ઑફરમાં કંપનીએ ફક્ત ફોનની કિંમતમાં જ ઘટાડો નથી કર્યો પરંતુ રિલાયન્સ જિયો તરફથી Jio Phoneને રિચાર્જ કરાવા પર ગ્રાહકોને 700 રૂપિયાનો ફાયદો પણ આપી રહી છે. રિચાર્જમાં પણ કંપની ગ્રાહકોને જબરદસ્ત ઑફર આપી રહી છે. જેમાં જો ગ્રાહકો 800 રૂપિયા આપે તો Jio Phone સાથે એક મહિનાનો એડિશનલ ડેટા પણ આપવામાં આવશે, જ્યારે 1000 રૂપિયા આપવા પર 3 મહિનાનો ડેટા મળશે.
રિલાયન્સના આ ફોનની વાત કરીએ તો સિંગલ સિમ Jio Phoneમાં 2.4 ઇંચની ડિસ્પ્લે છે. સાથે જ તેમાં 1.2 ગીગાહર્ટ્સ સ્પેક્ટ્રમ ડ્યુઅલ કોર પ્રોસેસર છે. તેમાં 512 એમબી રેમ, ઇનબિલ્ટ સ્ટોરેજ 4 જીબી છે અને તમે 128 જીબી સુધીના માઇક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત બેક સાઇડમાં 2 મેગાપિક્સલનો કેમેરા છે. ફ્રન્ટ પેનલ પર વીજીએ કેમેરા છે. ફ્રન્ટ પેનલ પર વીજીએ કેમેરા છે.