રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 45મી વાર્ષિક સામાન્ય સભા (AGM 2022) આજે યોજાઈ હતી. આ મીટિંગમાં Jio 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરવાની સાથે કંપનીએ Jio Phone 5G લોન્ચ કરવાની પણ જાહેરાત કરી હતી. Jio Phone 5G ને Google અને Qualcommની ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવશે. તે 5G કનેક્ટિવિટી સાથેનો સૌથી સસ્તો ફોન પણ હશે. આ ફોન Qualcomm ના Snapdragon 480 5G પ્રોસેસર સાથે ઓફર કરવામાં આવશે.
Jio Phone 5Gની સંભવિત વિશિષ્ટતાઓJio Phone 5Gના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં 6.5-ઇંચ HD + IPS LCD ડિસ્પ્લે મળી શકે છે, જે 1600×720 પિક્સલ રિઝોલ્યુશન સાથે આવે છે. ફોનમાં Snapdragon 480 5G પ્રોસેસર અને 4 GB RAM સાથે 32 GB સ્ટોરેજ મળશે. જણાવી દઈએ કે, આ સૌથી સસ્તું 5G પ્રોસેસર છે.ફોનના અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો Jio Phone 5Gમાં 13-મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ અને 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો મળી શકે છે. Jio Phone 5G માં 5,000mAh બેટરી જોઈ શકાય છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોનમાં ચાર્જિંગ માટે યુએસબી ટાઇપ-સી પોર્ટ અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી શકે છે.