Jioનો દિલ જીતી લેનારો પ્લાન, ઓછી કિંમતે મફત Netflix અને 75GB ડેટા મળશે; જાણો
રિલાયન્સ જિયોના પ્રીપેડ પ્લાનમાં વધારો થયા બાદ ઘણા યુઝર્સ પોસ્ટપેડ તરફ આગળ વધી રહ્યા છે. જો તમે પણ પ્રીપેડ થી પોસ્ટ પેઈડ પર જવા ઈચ્છો છો, તો અમે તમને Jio પોસ્ટ પેઈડ નો સૌથી સસ્તો પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ. આ પ્લાનમાં યુઝર્સને જબરદસ્ત ફાયદો મળે છે.
રિલાયન્સ જિયોએ પોતાના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં સસ્તા પ્લાન પણ મોંઘા થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઘણા યુઝર્સ પોસ્ટ પેઈડ તરફ જઈ રહ્યા છે. જો તમે પણ પ્રીપેડ થી પોસ્ટ પેઈડ પર જવા ઈચ્છો છો, તો અમે તમને Jio પોસ્ટ પેઈડ નો સૌથી સસ્તો પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ. આ પ્લાનમાં યુઝર્સને જબરદસ્ત ફાયદો મળે છે. આ પ્લાન તમારા બજેટમાં બંધબેસે છે અને તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આવો જાણીએ Jio પોસ્ટપેડ પ્લસના આ પ્લાન વિશે…
Jio નો રૂ. 399 નો પોસ્ટપેડ પ્લાન
Jioના 399 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં યુઝરને જબરદસ્ત લાભ મળશે. આ Jio પોસ્ટપેડ પ્લસનો સૌથી સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં યુઝરને 75GB ડેટા મળે છે. આ સિવાય તમને દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. આ સિવાય પ્લાન સાથે વધારાના લાભો પણ ઉપલબ્ધ છે.
મફત Netflix મેળવો
OTT પ્લેટફોર્મ ભારતમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે. જો તમે OTT પ્લેટફોર્મના સબ્સ્ક્રિપ્શન પર અલગથી પૈસા ખર્ચી રહ્યા છો, તો કોઈ જરૂર નથી કારણ કે આ પ્લાન સાથે Netflix અને Amazon Prime સબસ્ક્રિપ્શન મફતમાં ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે આ પ્લાનની વેલિડિટી એક મહિનાની હશે.
Jio નો 419 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
Jioના પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો Jio પાસે 399 રૂપિયાનો કોઈ પ્લાન નથી. પરંતુ 419 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. જેમાં યુઝરને દરરોજ 3GB ડેટા મળે છે. આ સિવાય અમર્યાદિત કૉલિંગ અને 100 SMS પ્રતિદિન ઉપલબ્ધ છે. એટલે કે આ પ્લાનમાં કુલ 84GB ડેટા મળશે. પરંતુ Netflix અથવા Amazon Prime સબ્સ્ક્રિપ્શન પ્લાન સાથે ઉપલબ્ધ નથી. આમાં યુઝરને Jio એપ્સનો એક્સેસ મળશે.