નવી દિલ્હી : ઘણી જગ્યાએ મોબાઇલ ટાવર્સની પ્લેસમેન્ટ સંબંધિત સ્થાનિક લોકો અને કંપનીઓ વચ્ચે વિવાદ ઊભો થતો હોય છે. આ ટાવર્સમાંથી ઉદ્ભવતા કિરણોત્સર્ગ (રેડિએશન) વિવાદનું મુખ્ય કારણ હોય છે. તેથી, જો તમને પણ લાગે છે કે, તમારી આસપાસ લાગેલો મોબાઈલ ટાવર નક્કી મર્યાદા કરતા વધુ રેડિએશન ઉત્સર્જિત કરે છે તો તમે તેની વાસ્તવિક તપાસ દૂરસંચાર વિભાગના તરંગ સંચાર પોર્ટલ પર કરી શકો છો.
શંકાના સમયે કરાવી શકો છો તપાસ
સૌપ્રથમ તરંગ સંચારની વેબસાઇટ (tarangsanchar.gov.in) પર જાઓ.
પછી ડાબી બાજુ, મેનૂ વિકલ્પ પર ક્લિક કરો અને Locate towers in your Area વિકલ્પ પર ક્લિક કરો.
આ પછી તમારું નામ, મેલ આઈડી, મોબાઇલ નંબર જેવી વિગતો આગલા પૃષ્ઠમાં પૂછવામાં આવશે. તે તમામ માહિતી આપીને તેને સબમિટ કરો.
આમ કર્યા પછી, તમે દાખલ કરેલ મેલ આઈડી પર એક OTP આવશે, તે દાખલ કરો.
ઓટીપી આપવાની સાથે જ ભારતનો નકશો તમારી સામે દેખાય છે. તે નકશામાં ઝૂમ કરીને તમારા સ્થાનને ઍક્સેસ કરો.
આ પછી તમારા લોકેશનના દરેક ટાવર લીલા, વાદળી, ગુલાબી કલરના ડ્રોપ પ્વાઈન્ટના રૂપમાં નકશામાં દેખાશે. લીલા કલરવાળા ડ્રોપ પોઇન્ટનો અર્થ એ કે તે ભૂમિ-સ્થિત ટાવર છે, વાદળી કલરનો અર્થ એ કે તે છત પર લાગેલો છે અને ગુલાબીનો અર્થ એ કે તે દીવાલ પર લાગેલા ટાવર છે.
ડ્રોપ પોઇન્ટ પર ક્લિક કરીને, તમે તે ટાવર વિશેની માહિતી મેળવી શકો છો.
તમે ટાવર વિશે વધુ માહિતી માંગો છો, તો તમે વધારાની માહિતીની પર ક્લિક કરીને તમારા મેઇલ એડ્રેસ પર તમામ માહિતી મંગાવી શકો છો.
એક વ્યક્તિ એક દિવસમાં દસ ટાવર સાઇટ્સની માહિતી મેળવી શકે છે.
આ પછી, જો તમને લાગે કે ટાવરના કિરણોત્સર્ગની તપાસ કરવી જોઇએ તો તમે તેને 4000 રૂપિયા ખર્ચીને ચકાસી શકો છો.