દરેક વ્યક્તિએ તેમના જરૂરી દસ્તાવેજો હંમેશાં તૈયાર રાખવા જોઈએ. અત્યારના સમયમાં ફાઈનાન્શિયલ અથવા બેંકિંગ સાથે સંકળાયેલા કામ માટે PAN (પરમેન્ટ અકાઉન્ટ નંબર ) કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે. પેન કાર્ડ ન હોવાને કારણે ઘણી વખત જરૂરી કામ અટકી જાય છે. પેન કાર્ડ 10 ડિજિટનો એક નંબર હોય છે, જેને ઈન્કટેક્સ ડિપાર્ટમેન્ટ ઇશ્યૂ કરે છે. જો તમે 5 લાખ રૂપિયાથી વધુની સ્થાવર મિલકત ખરીદો છો તો તેના માટે તમારે પેન કાર્ડ આપવું ફરજિયાત રહેશે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની સત્તાવર વેબસાઈટ www.incometaxindia.gov.in પર આ અંગે જાણકારી આપવામાં આવી છે.
કઈ વસ્તુમાં તમને પેન કાર્ડ ની જરૂરત પડી શકે છે:
- ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા પર પેન નંબર
- ઈન્શ્યોરન્સ પ્રીમિયમ માટે પેન કાર્ડ જરૂરી છે
- 50 હજારથી વધારેના ટ્રાન્ઝેક્શન માટે પેન કાર્ડ જરૂરી છે
- TD અથવા FD માટે પણ પાન આપવું જરૂરી છે