ATM આવવાથી તમારી બેન્કોની ભાગદોડ ખૂબ ઓછી થઈ ગઈ હશે. દિવસ હોય કે રાત તમે કોઈપણ સમયે ATMમાંથી પૈસા કાઢી શકો છો. આ માટે તમારે માત્ર ATM કાર્ડની જરૂર હોય છે. પરંતુ કોઈવાર તમે ATM સેન્ટરમાં પહોંચ્યા અને કાર્ડ ઘરે ભૂલી ગયા તો ચિંતા કરવાની જરૂર નથી, કેટલીક બેન્ક એવી સુવિધા આપે છે, જેથી તમે ATM કાર્ડ વિના પણ પૈસા કાઢી શકો છે. આ સુવિધા મેળવવા માટે તમારે કેટલીક સરળ પ્રોસેસ કરવાની રહેશે.
જોઈએ શું છે આ પ્રોસેસ, આ સુવિધા મેળવવા માટે સૌથી પહેલા તમારે બેન્કમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ રજિસ્ટ્રેશન બેન્કની બ્રાન્ચ અથવા ઈન્ટરનેટ બેન્કિંગથી પણ કરી શકાય છે.
એકવાર બેન્કમાં રજિસ્ટર થયા બાદ કસ્ટમરને 4 અંકોનો એક પિન નંબર મળશે. આ નંબર ATM પિનની જેમ જ હશે. તેને યૂઝ કરીને ટ્રાન્ઝેક્શન સિક્યોરિટી પિન અથવા ઓથોરિટી કોડના રૂપમાં ઉપયોગ કરી શકશો.એકવાર રજિસ્ટ્રેશન થયા બાદ તમારે બેન્ક સાથે જોડાયેલી એપ્લિકેશન પોતાના મોબાઈલ પર ડાઉનલોડ કરવાની રહેશે. યુઝર્સને આ માટે એસએમએસ ઓપ્શન પણ આપ્યું છે. તેના માધ્યમથી બેન્ક આ એપ્લિકેશનની વેબ લિંક તમારા મોબાઈલ પર મોકલશે.
ડેબિટ કાર્ડ માટે ATM મશીનથી પૈસા નીકાળવાની આ સર્વિસ મફત છે. રજિસ્ટ્રેશન બાદ તમને ATM કાર્ડ જેવી સુવિધા મળશે. તેની મદદથી યુઝરને ઈન્ટ્રા બેન્ક, મોબાઈલ ટૂ મોબાઈલ, મોબાઈલ ટૂ એકાઉન્ટ ફંડ ટ્રાન્સફર અને નેટ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કરી શકશે. સાથે જ ઈન્ટરનેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ પણ આ મોબાઈલ એપ્લિકેશનનું ફીચર રહેશે.આ સુવિધાથી તમે 5000 હજાર રૂપિયા નિકાળી શકો છો.
રજિસ્ટ્રેશન અને મોબાઈલપિન (એમપીન) મળ્યા બાદ સૌથી પહેલા તમે મોબાઈલ પર ડાઉનલોડ કરેલી એપ્લિકેશન ખોલો. પછી એમપીન નાખીને કાર્ડલેસ વિડ્રોલ બટન પર ક્લિક કરો. ધ્યાન રહે કે ક્લિક કરતા પહેલા જેટલી રકમ નીકાળવી છે તે નાખો. સબમિટ કરતી વખતે રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP કોડ મળશે. આ પાસવર્ડની મદદથી તમને એપ્લિકેશનમાં જઈને અન્ય પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. તમે ATM મશીન સ્ક્રીન પર દેખાતા કેશઓન મોબાઈલ ઓપ્શનને સિલેક્ટ કરો. આ પછી માંગવામાં આવેલા બોક્સમાં પોતાનો મોબાઈલ નંબર, એમાઉન્ટ, બેન્ક દ્વારા મોકલવામાં આવેલો પાસવર્ડ અને જાતે જનરેટ કરેલો પાસવર્ડ નાખો. આ ચાર સ્ટેપ મેચ થતા તમારા દ્વારા માંગવામાં આવેલી અમાઉન્ટ ATM મશીનમાંથી બહાર નીકળશે. આ એપ્લિકેશનની મદદથી તમે થર્ડ પાર્ટીને પણ પૈસા મોકલી શકો છો.