ભારતીય ઓટો કંપની મહિન્દ્રા દિલ્હીમાં યોજાનાર ઓટો એક્સ્પોમાં ચાર નવી ઈલેક્ટ્રિક રજૂ કરશે. તાજેતરમાં કંપનીએ તેનું પહેલું ટીઝર પિક્ચર જારી કર્યું, જેમાં એક્સ્પોમાં રજૂ થનાર લાઈન-અપની પહેલી ઝલક જોવા મળી. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી લોકપ્રિયતાને જોતાં, મોટાભાગની ઈલેક્ટ્રિક કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનોને માર્કેટમાં લોન્ચ કરવા પર ધ્યાન આપી રહી છે.
1. તસવીરમાં ડાબી બાજુએ ઓલ ન્યૂ ઈલેક્ટ્રિક કન્સેપ્ટ એસયુવી દેખાઈ રહી છે, તેવી શક્યતા છે કે, આ નેક્સ્ટ જનરેશન XUV500 એસયુવી હોઈ શકે છે. કંપની આ વર્ષે માર્કેટમાં XUV500નું પેટ્રોલ અને ડીઝલ વર્ઝન લોન્ચ કરી શકે છે. નવી XUVનું પ્લેટફોર્મ તો નવું હશે પરંતુ તેમાં જુના વેરિઅન્ટની જેમ થ્રી-રો સીટિંગ હશે.
2. ડાબી બાજુએ વ્હીકલ અમુક હદ સુધી XUV300 એસયુવીના ઈલેક્ટ્રિક વર્ઝન જેવું લાગે છે. તેને E-XUV300 નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. એવી શક્યતા છે કે ઓટો એક્સ્પોમાં કંપની તેનું પ્રોડક્શન વર્ઝન રજૂ કરશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ઈલેક્ટ્રિક XUV300 40kWh બેટરી હશે જે અંદાજે 130hp પાવર જનરેટ કરશે. સિંગલ ચાર્જિંગમાં તે 300 કિમી સુધી માઈલેજ આપી શકે છે. તેમાં બે વેરિઅન્ટ વર્ઝન ઉપલબ્ધ હશે. તે AC અને DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. તેને 2021 સુધી લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતીય માર્કેટમાં તેની ટક્કર ટાટા નેકસન ઈવી સાથે જોવા મળી શકે છે.
3. ટીઝર ઈમેજમાં ત્રીજું વ્હીકલ eKUV100 છે. શોમાં કંપની તેના ફાઈનલ પ્રોડક્શન વર્ઝનને રજૂ કરી શકે છે. તેનું વેચાણ આ વર્ષે એપ્રિલ-જૂનથી શરૂ થાય તેવી શક્યતા છે. તેની શરૂઆતી કિંમત 9 લાખ રૂપિયા રાખવામાં આવી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તેનું પ્રોડ્કશન વર્ઝન સિંગલ ચાર્જમાં 130 કિમીથી 150 કિમી સુધીની રેન્જ આપશે.
4. ચોથું ઈ-વ્હીકલ મહિન્દ્રાનું ક્વાડ્રિસાઈકલ છે. ભારતીય માર્કેટમાં તેને બજાજની ક્વાડ્રિસાઈકલ ‘ક્યૂટ’ના હરીફ તરીકે લોન્ચ કરવામાં આવી શકે છે. આ વ્હીકલ પણ મહિન્દ્રાનું ઈલેક્ટ્રિક પાવર વ્હીકલ હશે, જેને ખાસ કરીને ટિયર-2 અને ટિયર -3 શહેરો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ચારેય ઈલેક્ટ્રિક વ્હીકલ કંપનીના 18 વ્હીકલ લાઈન-અપનો હિસ્સો છે, જેની કંપનીએ પહેલેથી જ જાહેરાત કરી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કંપની શોમાં નેક્સ્ટ જનરેશન ‘થાર’ રજૂ કરશે નહીં.