ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે ફેસબુક ડેટા લીક કેસમાં માફી માંગી યુઝર્સ પાસે અેક તક અાપવા વિનંતી કરી છે.મહત્વપૂર્ણ છે કે ફેસબુક ડોનાલ્ડ ટ્રમ્પના 2016ના ચૂંટણી અભિયાન માટે કામ કરી રહેલા સલાહકાર સમૂહ દ્વારા અંગત ડેટા હેકિંગ પર ખુલાસાના દબાણનો સામનો કરી રહ્યું છે. ફેસબુક આ મામલામાં તપાસનો સામનો કરી રહી છે અને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ આગામી સપ્તાહે સંસદીય સમિતિ સમક્ષ સાક્ષી આપવા માટે સંમત થઈ ચુક્યા છે.
ફેસબુકનું કહેવું છે કે આ પરિવર્તનોથી બાહરી વ્યક્તિની યૂઝર ડેટા સુધી પહોંચ મુશ્કેલ થઈ જશે. બુધવારે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યુ છે કે તે સોશિયલ મીડિયા નેટવર્કને ચલાવવા માટે હજીપણ તેઓ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે. તેમણે ક્હ્યુ છે કે તેમને વધુ એક મોકો મળવો જોઈએ.