મારૂતી સુઝુકીની પોપ્યુલર એસયુવી Brezzaને હ્યુન્ડાઇ વેન્યુથી જોરદાર ટક્કર મળી રહી છે. તેનું સૌથી મોટું કારણ બ્રેઝાનું માત્ર ડીઝલ એન્જિનમાં આવવાનું અને લાંબા સમયથી ડિઝાઇનમાં મોટા ફેરફાર ના થવાનું મનાય છે. હવે મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇની વેન્યુ એસયુવીને ટક્કર આપવા માટે તૈયારી કરી રહ્યું છે. કંપનીએ ફેસલિફ્ટ મારૂતિ વિટારા બ્રેઝાનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં ટેસ્ટિંગ દરમ્યાન તેની કેટલીક તસવીરો લીક થઇ છે. નવી મારૂતિ બ્રેઝાના એક્સટીરિયરથી ઇન્ટિરિયર સુધીમાં ફેરફાર જોવા મળશે.
નવી મારૂતિ બ્રેઝામાં સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં હશે. ફેસલિફ્ટ બ્રેઝાને માઇલ્ડ હાઇબ્રીડ ટેકનોલોજીવાળા 1.5-લીટર પેટ્રોલ એન્જિનની સાથે લોન્ચ કરવાની આશા છે. આ એન્જિન બીએસ6 એમિશન નૉર્મ્સના અનુરૂપ હશે. અર્ટિગા અને સિયાઝમાં અપાયેલા આ એન્જિન 103 bhpનો પાવર 138 Nm ટૉર્ક જનરેટ કરે છે. રિપોર્ટ્સમાં કહ્યું છે કે શરૂઆતમાં આ માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે આવશે. જો કે બાદમાં તેમાં 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ પણ અપાશે.
આપને જણાવી દઇએ કે અત્યારે મારૂતિ બ્રેઝા માત્ર ડીઝલ એન્જિનમાં આવે છે. પેટ્રોલ એન્જિનવાળી બ્રેઝા ડીઝલ એન્જિનવાળા મોડલને રિપ્લેસ કરશે. મારૂતિ સુઝુકી પહેલાં જ જાહેર કરી ચૂકી છે કે બીએસ6 એમિશન નૉર્મ્સના લીઝે તેઓ એપ્રિલ 2020થી ડીઝલ કાર વેચવાનું બંધ કરી દેશે.
પેટ્રોલ એન્જિનવાળી મારૂતિ બ્રેઝા આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરી શકે છે. નવી બ્રેઝા માર્કેટમાં 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનવાળી હ્યુન્ડાઇ વેન્યુ, 1.5 લીટર પેટ્રોલ એન્જિનવાળી ફોર્ડ ઇકોસ્પોર્ટ, 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનવાળી ટાટા નેકસૉન અને 1.2 લીટર ટર્બો-પેટ્રોલ એન્જિનવાળી મહિન્દ્રા એક્સયૂવી 300ને ટક્કર આપશે.