નવી દિલ્હી : તમારો મોબાઇલ નંબર પોર્ટ (MNP) મેળવવા માટે તમારે એક અઠવાડિયાની રાહ જોવાની જરૂર નથી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) ના નવા નિયમો અનુસાર, આ પ્રક્રિયા હવે પહેલા કરતા વધુ સરળ થઈ ગઈ છે. મોબાઇલ પોર્ટિંગનો નવો નિયમ આજથી (16 ડિસેમ્બર) થી લાગુ કરવામાં આવી રહ્યો છે.
એમએનપીના નવા નિયમો અનુસાર, આજથી ગ્રાહકોનો નંબર બદલાવ્યા વિના એક ઓપરેટરથી બીજા ઓપરેટરમાં પોર્ટીંગ કરવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં હવે ફક્ત ત્રણ દિવસનો સમય લાગશે. પહેલાં, તેમાં સાત દિવસનો સમય લાગતો હતો.
આ નિયમો છે
ટ્રાઇના નવા નિયમો અનુસાર, પોસ્ટપેડ ગ્રાહકોએ પોતાનો મોબાઇલ નંબર પોર્ટીંગ કરતા પહેલા તેમના હાલના ટેલિકોમ ઓપરેટરની બાકી ચૂકવણી કરવી પડશે. પોસ્ટપેડની સંપૂર્ણ રકમ જમા કર્યા પછી, નંબર પોર્ટ કરવા માટે અરજી કરી શકાય છે.
નવા નિયમો અનુસાર હવે ગ્રાહકનો નંબર ફક્ત ત્રણ કાર્યકારી દિવસોમાં પોર્ટીંગ કરવામાં આવશે. આ માટે ટેલિકોમ રેગ્યુલેટર 6.46 રૂપિયાની ટ્રાંઝેક્શન ફી લેશે. જો કે, કોઈપણ નંબર પોર્ટેડ કરવા માટે, વપરાશકર્તાનું જોડાણ ઓછામાં ઓછું 90 દિવસ જૂનું હોવું જોઈએ.