અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ મોટી સફળતા મેળવી છે. નાસાએ પોતાના ટેલિસ્કોપ દ્રારા નવા સૌર મંડળની શોધ કરી છે. આ સૌર મંડળમાં આઠ ગ્રહો છે. નાસાએ કેપ્લર સ્પેસ ટેલીસ્કોપ અને ગુુગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ દ્રારા આ સૌર મંડળ શોધી કાઢ્યું છે. નાસા એ પોતાના નિવેદનમાં કહ્યુ કે આઠ ગ્રહો વાળુ આ સૌર મંડળમાં કેપ્લર-90-આઇ નામનો તારો છે અને તેની ચારે તરફ બીજા ગ્રહો પરિભ્રમણ કરી રહ્યા છે.
આ સૌર મંડળ આપણા સૌર મંડળની બે હજાર 545 પ્રકાશ વર્ષ દૂર છે. ઓસ્ટિન ખાતેની ટેક્સાસ યુનિવર્સિટીના ખગોળ શાસ્ત્રાના મતે કેપ્લર-90 સૌર મંડળ આપણા સૌર મંડળના મિની વર્ઝન સમાન છે.
નવા શોધ કરાયેલ સૌર મંડળમાં કેપ્લર-90-આઇ પૃથ્વી જેવા પથ્થવાળો ગ્રહ છે. કેપ્લર 90-આઇની જમીન ખૂબ જ ગરમ છે. નાસાએ આ ગ્રહનું તાપમાન અંદાજે 426 ડિગ્રી સેલ્સિયસ હોવાનું અનુમાન લગાવ્યું છે. જે આપણા સૌર મંડળના સૂર્યની સૌથી નજીકના બુધ ગ્રહ સમાન છે.
જોકે તે પોતાની ભ્રમણ કક્ષામાં દર 14.4 દિવસમાં એક વખત પોતાનું ભ્રમણ પુરુ કરે છે. એટલે કે, કેપ્લર – 90 પર એક પૃથ્વીની રીતે એક વર્ષનો સમય માત્ર બે સપ્તાહમાં પૂરો થાય છે.
નવા સૌરમંડળની શોધ અમેરિકી અંતરિક્ષ રિસર્ચ સંસ્થા નાસાએ કરી છે. નાસાએ વર્ષ 2009મમાં કેપ્લર સ્પેસ ટેલિસ્કોપને લોન્સ કર્યુ હતુ. જેણે અત્યાર સુધી લગભગ દોઢ લાખ તારાઓને સ્કેન કર્યા છે.