ભારતમાં ડિજીટલ પેમેન્ટનો દર ખુબ વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ ટ્રુ કોલર વાપરનારાઓની સંખ્યા ઘણી વધારે છે. કંપનીનું પોતાનું પેમેન્ટ પ્લેટફોર્મ Truecaller Pay પણ છે. આ ટ્રુ કોલરના મુખ્ય એપમાં જ એક ઓપ્શન આપવામાં આવ્યું છે. હવે કંપની પેમેન્ટ સર્વિસ પર વધારે ધ્યાન આપી રહી છે.
કંપનીએ કહ્યું છે કે માર્ચ 2019 સુધી કંપનીની પાસે 2.5 કરોડ યૂઝર્સ હશે. કંપની પ્રમાણે આશરે દૈનિક એક લાખ લોકો પોતાનું બેંક એકાઉન્ટ લિંક કરાવી રહ્યાં છે જેમાંથી 50 ટકા યુપીઆઈના નવા યૂઝર્સ છે.
ટ્રુ કોલર પેના પ્રેસિડન્ટ સોની જોયે કહ્યું કે, ‘જ્યારથી અમે ટ્રુ કોલર પે લોન્ચ કર્યું છે ત્યારથી અમારી પાસે યૂઝર્સના પોઝિટીવ રિસ્પોન્સ આવી રહ્યાં છે. જેના કારણે અમે પેમેન્ટ પ્લેટફોર્મને મજબૂત બનાવવા માટે વધારે પ્રતિબધ્ધ છીએ અને એપમાં વધારે ફીચર લાવવા માટે આક્રમક રીતે કામ કરી રહ્યાં છે.’