વ્હોટ્સએપમાં સમયાતંરે નવાં ફીચર ઉમેરવામાં આવતાં હોય છે. તેમાં હવે કોલ વેટિંગ નામનાં ફીચરનો ઉમેરો થયો છે. વ્હોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર માટે કોલ વેટિંગ નોટિફિકેશન રિલીઝ કર્યું છે. આ ફીચરમાં યુઝર કોલ પર હશે ત્યારે અન્ય યુઝરના પણ તેને કોલ કરશે તે દરમિયાન કોલ વેટિંગની નોટિફિકેશન મળશે સાથે જ કોલ કરનારા યુઝરને પણ નોટિફિકેશન મળશે.
આ નવી અપડેટ સાથે ફિંગરપ્રિન્ટ અનલોક પણ મળશે
1- વ્હોટ્સએપ 2.19.357 અપડેટમાં કોલ વેટિંગનું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરની સુવિધા iOS યુઝર માટે પહેલાંથી જ હતી. આ ફીચરની મદદથી હવે એન્ડ્રોઇડ યુઝરને પણ વેટિંગ કોલનું નોટિફિકેશન મળશે.
2- આ નવી અપડેટ સાથે અનેક પ્રાઇવસી ફીચર પણ મળશે. તેમાં ગ્રૂપ સેટિંગ ફીચર અને ફિંગર પ્રિન્ટ અનલોક ફીચર સામેલ છે.
3- વ્હોટ્સએપ હાલ ડાર્ક મોડ માટે ટેસ્ટિંગ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ તેને એન્ડ્રોઇડ અને iOS યુઝર માટે લોન્ચ કરવામા આવશે.