વર્ષ 2010માં બંધ થયેલી પોપ્યુલર SUV હમર હવે ઇલેક્ટ્રિક અવતારમાં પોતાનું કમબેક કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અપકમિંગ કારમાં 1000 હોર્સ પાવરની ક્ષમતા આપવામાં આવશે. આગામી મે મહિનામાં કંપની આ કારને રજૂ કરી શકે છે. તેનું વેચાણ વર્ષ 2021માં શરૂ કરવામાં આવશે. તેને જનરલ ડિટ્રોઈટ ફેક્ટ્રીની જીએમસી બ્રાન્ડ અંતર્ગત વેચવામા આવશે. આ કાર 3 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. જનરલ મોટર્સની હમર પોપ્યુલર SUV છે. તે દેખાવમાં મોટી અને પાવરફુલ છે. આર્થિક તંગી અને ફ્યુઅલની વધતી કિંમતોને જોઈને વર્ષ 2010માં કંપનીએ તેનું પ્રોડક્શન બંધ કર્યું હતું. હમર બંધ થવાથી અન્ય કંપનીઓએ પિકઅપ ટ્રક લોન્ચ કરી અને તેમાં કંપનીઓને ફાયદો પણ થયો.