Nokia C12 Plus Price: નોકિયાએ ભારતમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટ નોકિયા ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પર લાઈવ થઈ ગયો છે. નોકિયા સી12 પ્લસ બ્રાન્ડનો લેટેસ્ટ ફોન એન્ટ્રી લેવલ ડિવાઇસ છે. કંપનીએ થોડા સમય પહેલા ભારતમાં Nokia C12 Pro લોન્ચ કર્યો છે. જે લોકો પહેલીવાર સ્માર્ટફોન ખરીદી રહ્યા છે તેમના માટે બ્રાન્ડનો નવો ફોન વધુ સારો ઓપ્શન બની શકે છે.
પ્લસ વેરિઅન્ટ વિશે વાત કરીએ તો, તેમાં 6.3-ઇંચની મોટી સ્ક્રીન, પાવરફુલ ઓક્ટા-કોર પ્રોસેસર, 8MP રીઅર કેમેરા અને એન્ડ્રોઇડ 12 (ગો એડિશન) જેવા ફિચર્સ છે. આવો જાણીએ આ સ્માર્ટફોનની કિંમત અને અન્ય ફીચર્સ.
Nokia C12 Plus કિંમત
નવો નોકિયા સ્માર્ટફોન સિંગલ રેમ અને સ્ટોરેજ કન્ફિગરેશનમાં આવે છે. તમે તેને ત્રણ કલર ઓપ્શન્સમાં ખરીદી શકો છો. Nokia C12 Plusમાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ કન્ફિગરેશન છે. આ હેન્ડસેટ ચારકોલ, ડાર્ક સાયન અને લાઇટ મિન્ટમાં ઉપલબ્ધ થશે. તેની કિંમત 7,999 રૂપિયા છે.
કંપનીએ સ્માર્ટફોનના સેલની તારીખ જાહેર કરી નથી. ધ્યાનમાં રાખો કે તેનો પ્રો વેરિઅન્ટ એટલે કે Nokia C12 Pro ભારતમાં 7,499 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. આ કિંમત ફોનના 3GB રેમ વેરિઅન્ટની છે.
સ્પેશિફિકેશન શું છે?
Nokia C12 Plus એક બજેટ ફોન છે, જેને કંપનીએ આકર્ષક ડિઝાઇન આપી છે. યુનિસોકનું ઓક્ટાકોર પ્રોસેસર તેમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનમાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ છે. તમે માઇક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી સ્ટોરેજ વધારી શકો છો. હેન્ડસેટ માત્ર એક કોન્ફીગ્રેશનમાં આવે છે.
ફોનમાં 6.3-ઇંચની HD+ ડિસ્પ્લે છે. તેમાં 8MP રિયર કેમેરા છે, જે LED ફ્લેશ સાથે આવે છે. તે જ સમયે, કંપનીએ ફ્રન્ટમાં 5MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઇસને પાવર કરવા માટે, 4000mAh બેટરી આપવામાં આવી છે. જોકે, તેમાં ફાસ્ટ ચાર્જિંગનો કોઈ ઓપ્શન નથી.
આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 ગો એડિશન પર કામ કરે છે. તેમાં Wi-Fi 802.11b/g/n, બ્લૂટૂથ 5.2, માઇક્રો USB પોર્ટ અને 3.5mm ઓડિયો જેક હોલ છે.