લાંબા સમય સુધી ભારતીય માર્કેટ પર રાજ કરનાર NOKIAએ તાજેતરમાં મોસ્કોમાં થયેલી એક ઇવેન્ટમાં ત્રણ નવા મોડલ NOKIA 2.1 NOKIA 3.1 અને NOKIA 5.1 લોન્ચ કર્યા છે. આ ત્રણે ફોન NOKIA 2, 3 અને 5ન અપડેટ વર્ઝન છે. આ ફોન ગત વર્ષે લોન્ચ કરવામાં આવ્યા હતા. NOKIA 3.1 અને 5.1 બંને 18:9નો આસ્પેક્ટ એશિયો છે. જ્યારે NOKIA 2.1માં 16:9નો આસ્પેક્ટ એશિયો છે. જોકે, ભારતમાં આ ફોન ક્યારે મળશે એ અંગે હજી કોઇ તારીખ જાહેર નથી થઇ.
NOKIA 2.1 જોવામાં જોહદાર લાગે છે. આ ફોનમાં 5.5 ઇંચની એચડી ડિસ્પ્લે છે. આ ઉપરાંત એન્ટી એફપી કોટિંગ પણ છે. ફોન Qualcomm Snapdragon 425 SoC આધારે કામ કરે છે. આ ફોનમાં 1 જીબી રેમ છે. આ ઉપરાંત 4000mAhની બેટરી પણ આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફોનની બેટરી બે દિવસ સુધી ચાલશે. કેમેરાની વાત કરીએ તો ફોનમાં 8 મેગાફિક્સલનો રિયર કેમેરા છે. જેમાં ઓટોફોક્સ અને એલઇડી ફ્લેસ પણ છે. આ ઉપરાંત ફ્રન્ટમાં 5 મેગાફિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 8 જીબીનું ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. જેને 128 જીબી સુધી વધારી શકાશે
NOKIA 3.1 સ્માર્ટફોનમાં 5.2 એચડી ડિસ્પ્લે છે. સાથે સાથે કોર્નિંગ ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન પણ છે. આ હેંડસેટ octa-core MediaTek MT6750 SoC આધારે ચાલે છે. ફોનમાં 2જીબ રેમ/ 16 જીબી મેમોરી અને 3જીબી રેમ/31 જીબી મેમોરી સાથે ઉપલબ્ધ રહેશે. આ ફોનની સ્ટોરેજને 128 જીબી સુધી વધારી શકાય છે. કેમેરાની વાત કરીએ તો 13એમપીનો રિયર કેમેરા છે. જ્યારે ફ્રન્ટ કેમેરા 8 મેગાફિક્સલનો છે. આ ફોનની બેટરી 2990mAhની છે.
NOKIA 5.1મા 5.5 ઇંચ એચડી ડિસ્પ્લે છે જેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન octa-core MediaTek MT6755S SoCના આધારે કામ કરે છે. આ ફોનમાં 3જીબી રેમ છે. કેમેરાની વાત કરીએ તો 16 મેગાફિક્સલનો રિયર કેમેરો છે. સેલ્ફી કેમેરા 8 મેગાફિક્સલનો છે. આ ફોનમાં 3000mah બેટરી છે. 32 જીબી ઇન્ટરનલ મેમોરી આપવામાં આવી છે જેને 128જીબી સુધી વધારી શકાય છે.