મોદી સરકારે પાસપોર્ટ માટે એક નવી એપ લોન્ચ કરી છે. જે સામાન્ય વ્યક્તિ માટે મોટી રાહતની ખબર બની શકે છે. હવે પાસપોર્ટ બનાવવા માટે તમારે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે અને તમે ઘરે બેઠા જ પાસપોર્ટ એપ્લાય કરી શકો છો. એટલું જ નહીં પરંતુ પાસપોર્ટ બન્યા પછી તે સીધો તમારા ઘરે પણ આવી જશે. આ વિશે જાણકારી ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ઘ્વારા આપવામાં આવી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું છે કે, હવે લોકો પાસપોર્ટ સેવા એપ્લિકેશન મારફતે દેશના કોઈપણ ભાગથી પોતાના પાસપોર્ટ માટે અરજી કરી શકશે. એએનઆઇ અહેવાલ મુજબ, સ્વરાજે કહ્યું છે કે પાસપોર્ટ સેવા એપ્લિકેશન સાથે, હવે તમે દેશના કોઈપણ ભાગમાંથી પાસપોર્ટ માટે અરજી કરી શકો છો, બધી ઔપચારિકતાઓ એપ્લિકેશન પર પૂરા પાડવામાં આવેલા સરનામાના આધારે કરી શકાય છે. તેમને આગળ જણાવ્યું કે, “તમારા એપ્લિકેશન પર આપેલા સરનામા પર પોલીસ ચકાસણી કરાશે. પાસપોર્ટ તે સરનામાં પર મોકલવામાં આવશે.” “પાસપોર્ટ ક્રાંતિ” તરીકે ઓળખાવીને, સુષ્મા સ્વરાજ ઘ્વારા જણાવવામાં આવ્યું કે, “મેં જોયું કે બે વસ્તુઓ જે સીધી રીતે ભારતીય નાગરિકો સાથે જોડાયેલી હતી તે પાસપોર્ટ અને વિઝા છે.” એએનઆઇ અહેવાલ મુજબ, હજ યાત્રા કરનાર લોકો આ બાબતે મંત્રાલયમાં ગયા હતા. દંપતિના પાસપોર્ટ મુદ્દાને યોગ્ય રીતે હાથ નહીં ધરવાને કારણે સુષ્મા સ્વરાજ પર હાલમાં આરોપો લાગી રહ્યા છે. અન્ય રાજકીય નેતાઓ, તેમજ સોશ્યિલ મીડિયા પર સુષ્મા સ્વરાજને પક્ષપાતી નિર્ણય લેવાનો આરોપ મૂક્યો છે. લખનૌ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે પાસપોર્ટ અધિકારી પર દુર્વ્યવહાર કરવા માટે દંપતિ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો. તેની સાથે જ તે અધિકારીની તત્કાલ બદલી કરી દેવામાં આવી. તમને જણાવી દઈએ કે હિંદુ-મુસ્લિમ કપલ પાસપોર્ટ વિવાદ બાદ વિદેશ મંત્રાલયના અધિકારી વિકાસ મિશ્રા સામે કાર્યવાહીની વાત કરવામાં આવી હતી. વિદેશ પ્રવાસને ખતમ કરીને ભારત પાછા ફરેલા સુષ્મા સ્વરાજે આવીને તરત જ ટ્રોલર્સને જવાબ આપ્યો. સુષ્માએ લખ્યુ, ‘હું 17 જૂનથી 23 જૂન સુધી ભારતથી બહાર હતી. મને ખબર નથી મારી અનુપસ્થિતિમાં મારી પાછળ શું થયુ.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.