ઘર વપરાશના વીજ ઉપકરણો પાછળ દરરોજ કેટલી વીજળી વપરાય છે તેની માહિતી થોડા સમયમાં મળશે. જેવી રીતે મોબાઈલ કંપનીઓ રોજના ઈંટરનેટ ડેટા વપરાશની માહિતી આપે છે તેવી જ રીતે હવે વિદ્યુત નિગમ અને કંપનીઓ ગ્રાહકોને રોજ કેટલી વીજળી વપરાઈ તેની જાણકારી આપશે. ઓટોમેશન ટેકનીક તરફ આગળ વધી રહેલા કેંદ્રીય ઉર્જા મંત્રાલયે રાજ્યો સાથે ચર્ચા બાદ વીજળી વિતરણ કરતી કંપનીઓ પાસે આ મામલે સલાહ માગી છે. જે બાદ આ વ્યવસ્થા લાગૂ કરાશે. કેંદ્રીય ઉર્જા મંત્રાલયે જાહેર ક્ષેત્રની વીજ કંપનીઓને વીજળી વિતરણમાં આવેલી ખાનગી કંપનીઓ પાસેથી શીખ લેવાની સલાહ આપી છે. જેથી કરીને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધા આપી શકાય.
જાહેર ક્ષેત્રને કંપનીઓ ગ્રાહકોને ફાયદો થાય તેવી સુવિધા આપવાનું કહેવાયું છે. જેમાં મોબાઈલ કંપનીઓની જેમ જ જો ગ્રાહકો સંતુષ્ટના હોય તો વીજ કંપની બદલવાની છૂટ અપાશે, દરરોજ ઘરમાં કેટલી વીજળી વપરાઈ, મીટર દ્વારા બરબાદ થતી વીજળી અંગેની જાણકારી મળે તેવી સુવિધાઓ અપાશે. વીજ કંપનીઓ ઘરનું કયું ઉપકરણ વધારે વીજળી ખાય છે તે અંગેની માહિતી પણ ગ્રાહકોને પૂરી પાડશે. જેથી ગ્રાહકો જાણી શકે કે કયા વીજ ઉપકરણને બદલવાથી એક મહિનામાં કેટલી વીજળી અને રૂપિયાની બચત થઈ. ઉર્જા મંત્રાલયે કહ્યું કે, સ્માર્ટ ગ્રિડ અને સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહકોને આ પ્રકારની સુવિધાઓ આપી શકાય છે. જેનાથી વીજ ચોરી અને મન ફાવે તેમ વીજળીનો ઉપયોગ અટકાવી શકાશે. સાથે જ આઉટએજ મેનેજમેંટ સિસ્ટમનો ઉપયોગ કરીને વીજળી કેમ કપાઈ તેના કારણની જાણકારી પણ ગ્રાહકોને આપવાની તૈયારી છે. કેદ્રીય મંત્રાલય અનુસાર, 24 કલાક વીજળી પૂરી પાડવાનું લક્ષ્ય આ કવાયતથી અલગ છે. વિદ્યુત મંત્રી આર.કે. સિંહે કહ્યું કે, “2015માં અમે રાજ્યો સાથે કરાર કર્યો હતો કે દરેકને 24 કલાક વીજળી મળશે. આ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 નક્કી કરાઈ છે. આ લક્ષ્ય સુધી પહોંચવા કેંદ્ર સતત કાર્યરત છે.”


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.