નવી દિલ્હી: કોરોનાવાયરસ રોગચાળામાં લોકડાઉનની વચ્ચે, વોટ્સએપ એ મનોરંજનનું માધ્યમ છે. પરંતુ આમાં પણ એક અવરોધ ઉભો થયો છે. હવે સ્ટેટ્સ વિડીયો મુકવામાં કાપ મૂકવામાં આવશે.
15 સેકેંડથી વધુ લાંબો વિડીયો મૂકી શકાશે નહીં
ફેસબુકે પોતાના નવા ટ્વિટમાં લખ્યું છે કે, વોટ્સએપમાં સ્ટેટસ અપડેટમાં વીડિયોની લંબાઈ ઘટાડવામાં આવશે. હમણાં સુધી તમે 30 સેકન્ડનો વીડિયો વોટ્સએપ પર અપલોડ કરી શકતા હતા. પરંતુ હવે તેમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે કોઈપણ યુઝર તેમના વોટ્સએપ સ્ટેટસમાં માત્ર 15 સેકંડનો વીડિયો અપલોડ કરી શકશે. સ્ટેટ્સ મૂકવું એ ઘણા લોકો માટે રોજિંદુ કાર્ય હોય છે, તો આ ફેરફારથી તેમને જરૂર અસર પહોંચશે.
ચાઇનીઝ એપ્લિકેશ સામે ઝુંબેશ પણ એક કારણ
આ કેસ સાથે સંકળાયેલ એક વ્યક્તિનું કહેવું છે કે મોટાભાગના વોટ્સએપ વપરાશકર્તાઓ તેમના સ્ટેટ્સમાં ચાઇનીઝ એપ્લિકેશંસ ટિકટોક, વીબો અને વિમેટના વીડિયો અપલોડ કરે છે. આવી સ્થિતિમાં, ચીની કંપનીઓની બ્રાંડિંગ થાય છે અને ત્યાં તમામ ટ્રાફિક પણ જાય છે. આ ચીની કંપનીઓએ વોટ્સએપ મુજબ 30 સેકંડમાં તેમના વીડિયો બનાવ્યા છે. હવે વોટ્સએપ તેના વપરાશકર્તાઓને અસલ સામગ્રી બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. આ જ કારણ છે કે, સ્ટેટ્સમાં વિડિયોઝ ફક્ત 15 સેકંડના ઉપલોડ થઇ રહ્યાં છે.
લોકડાઉનમાં ભારતીયો ભારે ઉપયોગ કરી રહ્યા છે
નિષ્ણાંતોના મતે કોરોના વાયરસના ચેપ વચ્ચે દેશમાં લોકડાઉન થવાને કારણે વોટ્સએપનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે. લોકડાઉનને કારણે, લોકોએ વ્હોટ્સએપ સ્ટેટસ અપડેટ્સનો વધુ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે જેના કારણે સર્વર લોડ થવાનું શરૂ થયું છે. કંપનીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનામાં ઓડિયો અને વિડીયો કોલિંગ લગભગ બમણું થઇ ગયું છે.