ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ તેનો લેટેસ્ટ બેન્ડ ‘હુવાવે બેન્ડ 4’ ભારતમાં લોન્ચ કર્યો છે. તેની કિંમત 1,999 રૂપિયા છે. બેન્ડમાં 0.96 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ બેન્ડ એન્ડ્રોઇડ અને iOS બંને સિસ્ટમને સપોર્ટ કરે છે. ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકાશે. જોકે તેનું વેચાણ ક્યારે કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ
1: બેન્ડમાં 0.96 ઇંચની TFT LCD કલર ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 160 x 80 પિક્સલ છે.
2: બેન્ડમાં 2.5D રાઉન્ડિંગ ઍડ્જ પેનલ આપવામાં આવી છે.
3: ઓનલાઇન ખરીદી પર બેન્ડમાં 8 ફેસ અને ઓફલાઈન સ્ટોર્સ પર 66 વોચ ફેસનાં ઓપ્શન ઉપલબ્ધ છે. તેમાં સ્પોર્ટ્સ, કાર્ટૂન, ઇન્ટેલિજન્સ સહિતના અનેક ફેસિસ સામેલ છે.
4: આ બેન્ડ સિંગલ ચાર્જ પર 9 દિવસનું બેકઅપ આપે છે.
5: બેન્ડમાં ટાઈમ, ડેટ, અલાર્મ, કોલ એન્ડ ટેક્સ્ટ અલર્ટ, રિમાઇન્ડર ફંક્શન આપવામાં આવ્યાં છે.
6: આ બેન્ડ હાર્ટ રેટ મોનિટર, ડેઇલી સ્ટેપ કાઉન્ટ, ડિસ્ટન્ટ કવર, કેલરી બર્ન અને સ્લીપ મોનિટર એક્ટિવિટીને ટ્રેક કરે છે.
7: યુઝર તમામ એક્ટિવિટીને Huawei Wear એપનાં માધ્યમથી ટ્રેક કરી શકે છે.
8: આ બેન્ડ પાણીમાં 50 મીટરની ઊંડાઈ સુધી વોટર રઝિસ્ટન્ટ છે. બેન્ડનું વજન 12 ગ્રામ છે.