ગૂગલે મહિલા સ્વતંત્રતા સેનાની કમલાદેવી ચટોપાધ્યાયને તેમના 115મા જન્મદિવસ પર ખાસ રીતે ડૂડલ બનાવીને યાદ કર્યા છે.તેમણે માત્ર દેશની આઝાદીમાં જ નહીં, પરંતુ દેશના વિભાજન પછીથી પણ શરણાર્થીઓ માટે ઘણું કામ કર્યું હતું.દેશના વિભાજન પછીથી શરણાર્થીઓ માટે 50,000 લોકોના રહેવાની વ્યવસ્થા કરવા પ્રશાસન સાથે લડાઈ કરી હતી.
કમલાદેવીનું ભારતીય હસ્તક્ષળા ક્ષેત્રે અતુલ્ય યોગદાન રહ્યુ છે. આજે ભારતમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, સંગીત નાટક એકેડમિ, ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઅો છે તે માટે કમલાદેવીનું યોગદાન છે અને તેમનું આકાર્ય Google ના ડૂડલમાં દેખાય છે.
કમલાદેવીનો જન્મ કર્ણાટકના મંગલોરમાં 3 એપ્રિલ, 1903માં થયું હતું.માત્ર સાત વર્ષની ઉમરે તેમના પિતાની છત્રછાયા ઉઠાવી હતી 14 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા.તેમનું યોગદાન ક્યારેય ભુલી નહી શકાય.