Nubia એ ભારતમાં તેમની ગેમિંગ સ્માર્ટફોન Nubia Red Magic 3ને લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનને એપ્રિલના મહિનામાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર અને 90Hz રિફ્રેશ રેટની સાથે AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીએ એ પણ જાણકારી આપી છે કે આ સ્માર્ટફોનમાં થર્મલ મેનેજમેંટ માટે સેન્ટ્રીફ્યુગલ ફૈન હાજર છે. આની ખાસ વાત એ છે કે આમાં 5,000mAh ની મોટી બેટરી પણ આપવામાં આવી છે.
8GB + 128GB- 35,999 રૂપિયા
12GB + 256GB- 46,999 રૂપિયા
ડ્યુલ-સિમ સપોર્ટ વાળો આ સ્માર્ટફોન એંન્ડ્રોઇડ 9 પર ચાલે છે. તેમા 90Hz રિફ્રેશ રેટ અને 430 nits ની સાથે 6.65 ઇંચ ફુલ HD+ (1080×2340 પિક્સલ) HDR AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન માં 256GB સુધી સ્ટોરેજ અને 12GB સુધી રેમ પણ આપવામાં આવી છે.