સ્માર્ટફોન બનાવનાર ચીનની કંપની વનપ્લસ (OnePlus) પોતાના અનુસંધાન અને વિકાસ (R&D) કેન્દ્રમાં ત્રણ વર્ષમાં 1,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. વનપ્લસનુ હાલમાં જ હેદરાબાદમાં ઉદઘાટન કરવામા આવ્યું છે. કંપનીના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી પેટે લાઉએ જણાવ્યું કે, કંપનીની યોજના હેદરાબાદ કેન્દ્રને આગામી ત્રણ વર્ષમાં તેમનું સૌથી મોટું અનુસંધાન તથા વિકાસ કેન્દ્ર બનાવવાની છે. જેમા 1,500 લોકો કામ કરશે. તેમણે કહ્યું કે, વર્તમાનમાં તેમની પાસે 200થી વધુ કર્માચારી છે.
હાલમાં ત્રણ લેબ કાર્યરત કંપની દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર વન પ્લસ R&D કેન્દ્રમાં લેબ-કેમેરા લેબ, સંચાર એવમ નેટવર્કિંગ લેબ અને ઓટોમેશન લેબ છે. જે મોટા પ્રમાણમાં કેમેરા લેબ, 5જી પરીક્ષણ અને એઆઇ પર ધ્યાન આપશે.