આવનારા દિવસોમાં બની શકે કે તમારે પેમેન્ટ કરવા માટે કોઈ કાર્ડ અથવા રોકડ રકમની જરૂર નહીં પડે તમે તમારા હાથને સ્કેન કરીને પેમેન્ટ કરી શકશો. એક રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું છે કે એમેઝોન એક ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેનાથી સ્ટોર પર સામાન ખરીદ્યા બાદ તમે બોયોમેટ્રીક ટેક્નોલોજીનો પ્રયોગ કરીને પેમેન્ટ કરી શકશો.
માહિતી છે કે એમેઝોન તેના બધા ફૂડ્સ અને સુપર માર્કેટ સ્ટોર માટે આવતા વર્ષ સુધી લાગુ કરશે. આ સ્કેનિંગ ટેકનિક મોબાઈલ ફોન ફિંગર પ્રિન્ટ સ્કેનરથી અલગ હશે. તેના માટે ફિઝિકલી ટચ કરવું કરવાનું રહે હથેળીને દૂરથી જ સ્કેનિંગ કરીને પેમેન્ટ થઈ જશે. તેના માટે તમારી હથેળીઓને ડિટેલ સાથે લિંક કરીને કાર્ડથી પૈસા કપાઈ જશે. હજુ આ સિસ્ટમને વધારે સારી કરવાનું કામ ચાલી રહ્યું છે. તેનાથી રિટેલર્સને ઘણી સુવિધા થશે કેમ કે પેમેન્ટ માટે તેમને સમય નહીં બગાડવો પડે.
પરંતુ આ ટેક્નોલોજીને લઈ સવાલ પણ ઊભા થઈ શકે છે કેમ કે બોયોમેટ્રિક ડેટા આપવાનો રહેશે અને જ્યાં હ્યુમન ઈંટરફેસ નહીં થાય ત્યાં ફ્રોડ થવાની પૂરેપૂરી સંભાવના છે. શરૂમાં આ એમેઝોન પ્રાઈમના કસ્ટમર્સ માટે હશે.