નવી દિલ્હી : માઇક્રોસોફ્ટ પછી હવે અમેરિકન કંપની ઓરેકલે ટિકટોક (TikTok)નો બિઝનેસ ખરીદવામાં રસ દાખવ્યો છે. એફટીના રિપોર્ટ અનુસાર, ઓરેકલ આ ચાઇનીઝ એપ્લિકેશનનો અમેરિકન વ્યવસાય પણ ખરીદી શકે છે.
રિપોર્ટ અનુસાર સોફ્ટવેર કંપની ઓરેકલ ટિક ટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સ સાથે ચર્ચામાં છે. જોકે આ પ્રારંભિક વાતચીત છે. એટલે કે, માઈક્રોસોફ્ટને ટિક ટોક ખરીદવામાં થોડી મુશ્કેલી આવી શકે છે.
ચાલો તમને જણાવી દઈએ કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પસાર કર્યો છે. આમાં, બાઇટડાન્સને અમેરિકામાં તેનો વ્યવસાય 90 દિવસમાં વેચવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પહેલા ટ્રમ્પના કહેવા પહેલા માઈક્રોસોફ્ટએ કહ્યું હતું કે, ટિક ટોકનો યુએસ બિઝનેસ ખરીદવાની તૈયારી ચાલી રહી છે .