નવી દિલ્હી : જો તમે પેટીએમ (Paytm)નો ઉપયોગ કરો છો, તો તમારે હવે વધુ કાળજી લેવાની જરૂર છે. પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ એક ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે આવા કોઈપણ સંદેશ પર વિશ્વાસ ન કરો જે પેટીએમ એકાઉન્ટને બ્લોક કરવાનું કહે છે. ખાતાને લઈને છેતરપિંડી થઈ રહી છે અને આ રીતે લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે.
પેટીએમ કેવાયસી (નો યોર કસ્ટમર – ગ્રાહકને જાણવું) અંગે, અગાઉ અમે તમને કહ્યું હતું કે કેવાયસીના નામે પેટીએમ ખાતામાં કેવી છેતરપિંડી કરાઈ રહી છે. પેટીએમ કેવાયસી માટે પણ ફ્રોડ કોલ આવે છે અને તમને કાર્ડની વિગતો માટે પૂછવામાં આવે છે.
પેટીએમએ કહ્યું છે કે કેવાયસીને લગતા કૌભાંડના સંદેશાઓ મોટા પાયે ફેલાવવામાં આવી રહ્યા છે. કંપની તેના યુઝરને આ પ્રકારનો કોઈ સંદેશ મોકલતી નથી, જેમાં કોઈ પ્રકારના કેવાયસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની વાત કહેવામાં આવી છે.
પેટીએમ મુજબ, કેવાયસી ફક્ત અધિકૃત કેવાયસી પોઇન્ટ્સ પર જ થઈ શકે છે. આ સિવાય બીજો વિકલ્પ એ છે કે પેટીએમથી સ્ટાફ તમારા ઘરે આવશે અને આ દ્વારા તમે કેવાયસી મેળવી શકો છો.
Pls don’t trust any SMS send of blocking your Paytm account or suggestion to do a KYC.
These are fraudsters attempting on your account. Pls RT. pic.twitter.com/vHKBFmo3nc— Vijay Shekhar (@vijayshekhar) November 19, 2019