નવી દિલ્હી : નાણાં મેનેજમેન્ટ એપ્લિકેશન અને બજેટિંગ એપ્લિકેશન માંગ ઝડપથી વધી રહી છે. આજના યુવાનોની અલગ અલગ જરૂરિયાત મુજબ ઘણી એપ્લિકેશન બજારમાં ઉપલબ્ધ છે. તેમાંથી કેટલીક એપ્લિકેશન એવી છે જે કપલ્સ (યુગલ)ના ખર્ચાની દેખરેખ રાખવી, બચત ટ્રેકિંગ, ખર્ચની આદતનું વિશ્લેષણ વગેરે માટે ઘણી કામ લાગે તેમ છે. અમારા સમાચારમાં, અમે કેટલીક સમાન એપ્લિકેશન્સ વિશે વાત કરી રહ્યા છીએ જે મની મેનેજમેન્ટના સંદર્ભમાં યુગલો માટે શ્રેષ્ઠ છે.
YNAB:
YNAB (વાયએનએબી) યુગલો માટે બજેટને લઈને ઉપયોગી એપ્લિકેશન છે. યુગલો સાથે વ્યકિતઓ માટે બજેટ પર કામ કરવા માટે આ એક રસપ્રદ એપ્લિકેશન છે. વાયએનએબી એપ્લિકેશન વેબ, એન્ડ્રોઇડ, આઇફોન, આઇપેડ, એપલ વૉચ અને એલેક્સા પર ઉપલબ્ધ છે.
Goodbudget:
ગુડબજેટ ઍપ લિફાફા બજેટ પદ્ધતિ પર કામ કરે છે. ગુડબજેટ પૈસા વહેંચવામાં જેમ કે કરિયાણામાં તમારો કેટલો ખર્ચ છે, બિલ, બચત જેવા વિવિધ માસિક ખર્ચ માટે ઉપયોગી એપ્લિકેશન છે. તે વેબ, એન્ડ્રોઇડ અને આઈઓએસ માટે ઉપલબ્ધ છે.
Zeta :
Zeta (ઝેટા) એપ ખાસ કરીને યુગલો માટે રચાયેલ છે. તે એક મફત વેબ એપ્લિકેશન છે જે યુગલોને તેના નાણાંનો ટ્રૅક કરવામાં આને તેને બચાવવામાં સહાય કરે છે. આ એપ્લિકેશન એકાઉન્ટ વપરાશકર્તાઓ તરફથી માહિતી ભેગી કરે છે અને તેમને એક બીજા સાથે તેમના આર્થિક શેર કરવા તેમની સંપત્તિને ટ્રેક કરવા, માસિક ખર્ચની સમીક્ષા કરવી અને તેમના ફાયનાન્સમાં સુધારો કરવા માટે સલાહ આપે છે.
હનીડ્યુ:
હનીડ્યૂ યુગલો માટે સૌથી લોકપ્રિય ફાઇનાન્સ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન યુગલો માટે શ્રેષ્ઠ વ્યક્તિગત ફાઇનાન્સ મેનેજમેન્ટ એપ્લિકેશન તરીકે માનવામાં આવે છે. તે વપરાશકર્તાઓના બેંક એકાઉન્ટ્સ સાથે સંકલન કરે છે અને બેલેન્સ, બિલ્સ, ખર્ચ વગેરે ટ્રેક કરે છે. જો યુગલો ઈચ્છે તો તમે કસ્ટમ કૅટેગરીઝ અને બિલ રિમાઇન્ડર્સ પણ બનાવી શકો છો. તેઓ દરેક કેટેગરી પર બજેટ અથવા ઘર ખર્ચ મર્યાદા સેટ કરી શકે છે. આ એપ્લિકેશન, એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને માટે ઉપલબ્ધ છે.
હનીફાઇ:
હનિફાઈ એપથી કપલ્સ સરળતાથી પૈસાનું મેનેજમેન્ટ કરી શકે છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ પર પણ મફત છે. આનાથી વપરાશકર્તાઓ તેમના બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ લોન અને રોકાણ વિશેની માહિતી મેળવી શકે છે.