નવી દિલ્હી : કેટલીક ટેલિકોમ કંપનીઓએ તેમની પ્રીપેડ યોજનાઓ (પ્લાન્સ)ની કિંમતોમાં વધારો કર્યો છે અને કેટલીક ટૂંક સમયમાં આવનાર છે. સેક્ટર વિશ્લેષકોનું કહેવું છે કે કિંમતોમાં વધારો ટેલીકોમ કંપનીઓને આવક વધારવામાં મદદ કરશે અને ટૂંક સમયમાં આ કંપનીઓ તેમની પોસ્ટપેડ યોજનાઓના ભાવમાં પણ વધારો કરશે.
હાલમાં જિયોએ પ્લાન્સના વધેલા ભાવની જાહેરાત કરી નથી. વિશ્લેષકોનું માનવું છે કે જિયો દ્વારા તેના મોબાઇલ કોલ્સ અને ઇન્ટરનેટ ચાર્જમાં 40 ટકાનો વધારો કરવાની જાહેરાત કર્યા પછી પણ કંપનીની યોજના તેના હરીફો કરતા સસ્તી રહેશે.