નવી દિલ્હી : યુવાનોમાં ક્રેઝ બની ગયેલી પબજી ( PUBG) મોબાઈલ ગેમને સાયબર સુરક્ષાની ચિંતાને કારણે ભારતમાં લગભગ બે મહિના પહેલા પ્રતિબંધિત કરવામાં આવી હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે PUBG ફરીથી ભારતમાં વાપસી કરી શકે છે.
મળતી માહિતી મુજબ, PUBG મોબાઇલની મૂળ કોરિયન કંપની છેલ્લા કેટલાક અઠવાડિયાથી વૈશ્વિક ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે ચર્ચામાં છે.
કેન્દ્ર સરકારના વપરાશકારોના ડેટા દેશની બહાર સંગ્રહિત થવાની ચિંતા વ્યક્ત કરતી વખતે, કંપની ભાગીદારો સાથે ભારતના વપરાશકારોના ડેટા ભારતમાં સ્ટોર કરવા વાત કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ગેમિંગ જાયન્ટે દેશના કેટલાક હાઇ-પ્રોફાઇલ સ્ટ્રીમર્સને ખાનગી રૂપે જાણ કરી છે કે તે આ વર્ષના અંત પહેલા ભારતમાં ફરીથી સેવા શરૂ કરશે તેવી આશા છે.
કંપની આ સપ્તાહમાં ભારત માટે તેની ભાવિ યોજનાઓ વિશે ઘોષણા કરી શકે છે. સૂત્રો કહે છે કે કંપની આગામી સપ્તાહે દિવાળીના તહેવાર દરમિયાન દેશમાં માર્કેટિંગ ઝુંબેશ ચલાવવાની પણ યોજના બનાવી રહી છે.