ભારતની સૌથી મોટી કંપની બની ચુકેલી રેડમી પોતાના ફોનની સાથે હેડફોન આપતી નથી, તેની પાછળ એક મોટું કારણ છે. માર્કેટમાં પોતાની જગ્યા બનાવવા માટે દરેક કંપનીઓ એક બીજાથી સસ્તો ફોન લાવવાનો પ્રયત્ન કરે છે. રેડમી પણ સસ્તામાં સસ્તા અને સારા સ્માર્ટફોન લૉન્ચ કરે છે અને આ કારણે જ રેડમી ભારત માર્કેટમાં પોતાની સારી પકડ બનાવી રહ્યું છે. રેડમીના હેડફોનની વાત કરવામાં આવે તો તેના હેડફોન 2000ની આસપાસ આવે છે.
જો રેડમી પોતાના મોબાઈલ સાથે હેડફોન આપે તો તેના મોબાઈલની કિંમત ₹2000 વધી જશે અને તેની સીધી અસર તેના માર્કેટ પર થઈ શકે છે અને આવાતનો ફાયદો બીજી કંપનીઓ પણ ઉઠાવી શકે છે અને તેને પછાડી શકે છે. આ જ કારણ છે કે રેડમી પોતાના મોબાઈલની સાથે હેડફોન આપતી નથી.