Redmi Note 12C, Redmi Note 12 4G: ચીનની સ્માર્ટફોન નિર્માતા Xiaomiએ ભારતમાં નવો બજેટ સ્માર્ટફોન Redmi Note 12 અને Redmi 12C લોન્ચ કર્યો છે. બંને સ્માર્ટફોન 4G છે. આપને જણાવી દઈએ કે કંપનીએ અગાઉ Redmi Note 12 5G વેરિઅન્ટ લોન્ચ કર્યું હતું. હવે તેનું 4G વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.
Redmi 12Cના બેઝ મોડલની કિંમત 8,999 રૂપિયા છે. તેમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. જ્યારે બીજા મોડલમાં 6GB રેમ સાથે 128GB સ્ટોરેજ છે. તેની કિંમત 10,999 રૂપિયા છે.
Redmi Note 12 4Gની કિંમત 14,999 રૂપિયાથી શરૂ થાય છે. બેઝ વેરિઅન્ટમાં 6GB રેમ સાથે 64GB સ્ટોરેજ છે, જ્યારે 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે.
Redmi 12Cમાં 6.71-ઇંચની HD પ્લસ ડિસ્પ્લે છે. તેમાં 60Hz નો સ્ટાન્ડર્ડ રિફ્રેશ રેટ સપોર્ટ છે. આ ફોનમાં MediaTek Helio G85 ચિપસેટ આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 12 આધારિત MIUI 13 પર ચાલે છે.
Redmi 12Cમાં 5,000mAh બેટરી છે અને તેમાં માઇક્રો USB પોર્ટ છે. આ ફોનની બેટરી 5,000mAh છે અને પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.
Redmi Note 12 વિશે વાત કરીએ તો તેમાં 6.67-ઇંચની સુપરએમોલેડ ડિસ્પ્લે છે. આ ફુલ એચડી પ્લસ પેનલ છે. આ ફોનમાં Qualcomm Snapdragon 685 ચિપસેટ આપવામાં આવી છે.
Redmi Note 12 4Gમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કૅમેરો છે, જ્યારે 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે. 2 મેગાપિક્સલનો કેમેરો છે જે મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે તેમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.
Redmi Note 12 4Gમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે અને તેની સાથે 33W ચાર્જર આપવામાં આવ્યું છે. સ્પેશિફિકેશનના આધારે અને બજેટ સેગમેન્ટમાં આ ફોન બેસ્ટ કેટેગરીમાં આવી રહ્યાં છે.