નવી દિલ્હી : શાઓમીની રેડમી બ્રાન્ડ પાવર બેંક હવે ભારતમાં ઓપન સેલમાં ઉપલબ્ધ કરાઈ છે. રેડમી પાવર બેંકો 10,000 એમએએચ અને 20,000 એમએએચ બે ક્ષમતામાં આવે છે. આ બંને બ્લેક એન્ડ વ્હાઇટ કલર ઓપ્શનમાં આવે છે. 10,000 એમએએચની ક્ષમતાવાળી રેડમી પાવર બેંકમાં 10 ડબલ્યુ ચાર્જિંગ સપોર્ટ છે અને 20,000 એમએએચ પાવર બેંકમાં 18 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.
10,000 એમએએચની રેડમી પાવર બેંકની કિંમત 799 રૂપિયા છે, જ્યારે 20,000 એમએએચ પાવર બેંકની કિંમત ભારતમાં 1,499 રૂપિયા છે. ગ્રાહકો તેમને mi.com પરથી ખરીદી શકે છે. ધ્યાનમાં રાખો કે, આ પાવર બેંકો શાઓમીની એમઆઈ પાવર બેંકથી અલગ છે. તેની તુલનામાં, 10,000 એમએએચ એમઆઈ પાવર બેંક 2 આઇ 899 રૂપિયામાં અને 20,000 એમએએચ મોડેલ 1,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. બંને એમઆઈ પાવર બેંકને 18 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.