ભારત સરકારની ડિજિટલ ઇન્ડિયાની ભાગિદારી હેઠળ ડિરેકટ ટૂ હોમ (DTH) કંપની રિલાયન્સ બિગ ટીવીએ બુધવારે ભારતમાં પોતાના નવા પ્લાનની જાહેરાત કરી હતી. રિલાયન્સ બિગ ટીવીના દાવા અનુસાર કંપની નવા પ્લાનમાં આશરે ૫૦૦ ફ્રી ટૂ એર ચેનલને ૫ વર્ષ માટે મફત બતાવશે તેમજ એક વર્ષ માટે પેઈડ ચેનલ પણ ફ્રી હશે. આ જાહેરાતનો લાભ લેવા ઇચ્છતા ગ્રાહક ૧ માર્ચે સવારે દસ વાગ્યાથી રિલાયન્સ બિગ ટીવીની ઓફિશ્યિલ વેબસાઇટ પરથી સેટ ટોપ બોકસ માટે પ્રી બુકિંગ પણ કરાવી શકે છે. Reliance Big TVના લેટેસ્ટ HD HEVCમાં યુઝર્સને શેડ્યૂલ રેકોર્ડિંગ, USB પોર્ટ, યુ ટ્યૂબ એકસેસ અને ટીવી શો જોતાં રેકોર્ડિંગ કરવા જેવા ફિચર્સ મળશે. ઓફિશિયલ વેબસાઇટથી પ્રી બુકિંગ કરી શકાય છે. આ દરમિયાન તમારે ૪૯૯ રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત સેટ ટોપ બોકસ અને આઉટડોર યુનિટ માટે ૧,૫૦૦ રૂપિયા આપવા પડશે. એક વર્ષ પછી પેઈડ ચેનલનું એકસેસ ૧ વર્ષ માટે બંધ થાય ત્યારે ગ્રાહકોને ૩૦૦ રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. જો બે વર્ષ સુધી સતત રિચાર્જ કરાવશો ત્યારબાદ શરૂઆતમાં આપવામાં આવેલા ૨૦૦૦ રૂપિયા રિફંડ આપવામાં આવશે. એટલે કે ત્રણ વર્ષ પછી ગ્રાહકને પોતાની સમગ્ર રકમ પરત મળી જશે. રિલાયન્સ બિગ ટીવીના નિર્દેશક વિજેન્દર સિંહે આ નવા પ્લાનની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ પ્લાન ભારતમાં મનોરંજનના ભવિષ્યને નવી દિશામાં લઇ જશે. તેમણે કહ્યું કે રિલાયન્સ બિગ ટીવી મફતમાં એક HD HEVC સેટ ટોપ બોકસથી ડિજીટલ ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.