નવી દિલ્હી : રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે નવી બેંગ ઓફર લોન્ચ કરી છે. તેને 4X લાભની ઓફર તરીકે વર્ણવવામાં આવી છે, જે હેઠળ જૂનમાં તમે જિયોનું રિચાર્જ કરશો ત્યારે તમને ઇલેક્ટ્રોનિક્સ, કપડાં અને ફૂટવેર પર ડિસ્કાઉન્ટ મળશે. તમે આ ડિસ્કાઉન્ટ વાઉચર્સનો ઉપયોગ રિલાયન્સ ડિજિટલ, ટ્રેન્ડ્સ, ટ્રેન્ડ્સ ફુટવેર અને એઝિઓ (AJIO) વેબસાઇટ પર કરી શકશો. રિપોર્ટ અનુસાર આ ડિસ્કાઉન્ટનો લાભ ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ દ્વારા મેળવી શકાય છે.
આ ઓફરનો આ રીતે લાભ લો
4 એક્સ બેનિફિટ ઓફર હેઠળ તમને 249 રૂપિયા અથવા તેનાથી વધુના રિચાર્જ માટે ડિસ્કાઉન્ટ કૂપન્સ મળશે, જેનો ઉપયોગ તમે રિલાયન્સ ડિજિટલ, ટ્રેન્ડ્સ, ટ્રેન્ડ્સ ફુટવેર અને એઝિઓ સ્ટોર્સ પર કરી શકશો. તમને આ કૂપન્સ તમારા માય જિયો એકાઉન્ટમાં મળશે. આ ઓફર જિયોના નવા ગ્રાહકો તેમજ જૂના ગ્રાહકો માટે માન્ય છે.