મુંબઈ : મુકેશ અંબાણીની કંપની જિયો (Jio)ના ગ્રાહકોએ હવે બીજી કંપનીના નેટવર્ક પર કોલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે. આ નિયમ 10 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. એટલે કે, 10 ઓક્ટોબરથી નવું રિચાર્જ મેળવનારા Jio વપરાશકર્તાઓએ પણ આઈયુસી (IUC)ને ટોપ-મોસ્ટ લેવું પડશે. તે પછી જ તેઓ બીજા નેટવર્કના નંબર પર કોલ કરી શકશે. જો કે, જિયો ટુ જિયો કોલિંગ કરવું સંપૂર્ણપણે મફત હશે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ અજાણ્યા નંબર પર અથવા કોઈ પણ નંબર પર કોલ કરી રહ્યા છો કે જેના ઓપરેટરને ખબર નથી, તો અમે તમને તે નંબરના ઓપરેટરને તપાસવાની યુક્તિ જણાવી રહ્યાં છીએ.
ચેકિંગ ઓપરેટરનો શું ફાયદો છે
જિયો ટુ જિયો કોલિંગ સંપૂર્ણપણે મફત છે. એટલે કે, તમે દેશના કોઈપણ જિયો નંબર પર મફત કોલિંગ કરી શકો છો, આ માટે તમારે આઈયુસીને ટોપ-અપ લેવાની જરૂર નથી. પરંતુ અધર નેટવર્ક પર કોલ કરવા પર તમારે આઈયુસી ચાર્જ ચૂકવવાનો રહેશે. આવી સ્થિતિમાં, જ્યારે તમે કોઈ નંબર પર કોલ કરતા પહેલા એ વિચારશો કે આ નંબર જિયો નેટવર્કનો છે કે અન્ય નેટવર્કનો ? જેથી કોલ પર કેટલી વાત કરવી તેનો અંદાજ આવે. તમારે જે નંબર પર કોલ કરવાનો છે તેના ઓપરેટર વિશે જાણતા હો, તો પછી તમે ઇચ્છો તો કોલના પૈસા બચાવી શકો છો.
આ રીતે જાણો કોઈ નંબરના ઓપરેટર અંગે
આ માટે તમારે ફોનમાં પેટીએમ, ફ્રી રિચાર્જ, ફોન પે જેવી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. અહીં, જ્યારે તમે ફોન રિચાર્જના વિકલ્પ પર જાઓ અને નંબર દાખલ કરો, તો તે તેના ઓપરેટર વિશે કહેશે. એટલે કે, તમે તે નંબર સાથે સંકળાયેલા ઓપરેટર વિશે જાણશો. જે તે નંબર જિયોનો નહીં પરંતુ અધર નેટવર્ક (એરટેલ, વોડાફોન, વગેરે)નો હોય તો પાછો તમે તેને કોલ કરવાનું ટાળી શકો છો. આ સાથે જ તે નંબર પર કોલ કરવો જરૂરી હોય તો તમે તેની પાસે જિયો નંબર ઉપલબ્ધ હોય તો મેસેજ દ્વારા તે નંબર માંગીને જિયો ટુ જિયો ફ્રી કોલિંગનો ફાયદો ઉઠાવી શકો છો.
જિયોના આઈયુસી ટોપ-અપ પ્લાન
– 10 રૂપિયાના ટોપ-અપ પ્લાન પર 124 આઈયુસી મિનિટ અને 1 જીબી ડેટા મળશે
– 20 રૂપિયાના ટોપ-અપ પ્લાન પર 249 આઈયુસી મિનિટ અને 2 જીબી ડેટા મળશે
– 50 રૂપિયાના ટોપ-અપ પ્લાન પર 656 આઇયુસી મિનિટ અને 5 જીબી ડેટા મળશે
– 100 રૂપિયાના ટોપ-અપ પ્લાન પર 1362 આઈયુસી મિનિટ અને 10 જીબી ડેટામળશે