ભારતીય ટેલિકોમ કંપની રિલાયન્સ જીયો દ્વારા તેના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એક વધુ ભેટ આપી છે. જીઓએ વિશ્વનું પ્રથમ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈ) આધારિત બ્રાન્ડ-એન્ગેજમેન્ટ વીડિયો પ્લેટફોર્મ JioInteract લોન્ચ કર્યું છે.
આ પ્લેટફોર્મ પર લાઇવ વીડિયો કોલ જેવી અનેક સેવાઓને લોન્ચ કરવામાં આવશે. તેમાં ભારતની પ્રખ્યાત હસ્તીઓ પણ સામેલ હશે. તેની શરૂઆતમાં બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પોતાની કોમેડી ફિલ્મ ‘102 નોટ આઉટ’ને પ્રમોટ કરતા જોવા મળશે.
ઉલ્લેખનિય છે કે આગામી સમયમાં જીઓ, વીડિયો કોલ સેન્ટર, વીડિયો કેટલોગ અને વર્ચ્યુઅલ શો-રૂમ જેવી સેવાઓ પણ શરૂ કરશે.જીઓ વીડિયો કોલ JioInteractની પ્રથમ સર્વિસ છે.કંપનીના અનુસાર 4 મેથી કોઈ પણ જિયો ગ્રાહક અથવા અન્ય સ્માર્ટફોન યુઝર્સ પોતાના મનપસંદ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની સાથે દિવસના સમયમાં વિડીયો કોલ કરી શકશે. વિડીયો કોલ કરનાર અમિતાભ બચ્ચનથી તેમની આવનારી કોમેડી ફિલ્મ “૧૦૨ નોટ આઉટ” ના વિશેમાં સવાલ પૂછી શકશે. કંપનીનું કહેવું છે કે, દુનિયામાં પ્રથમ વખત આવી રીતનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.