રિલાયન્સ જિયોએ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે. કંપનીએ આ પેકને એડ-ઓન ક્રિકેટ નામ આપવામાં આવ્યું છે જેના આધારે યુઝર્સને ફ્રીમાં ૮ GB ડેટા આપવામાં આવશે. આ પેકની વેલીડીટી ૪ દિવસની છે એટલે ચાર દિવસમાં યુઝર્સને ૮GB ડેટા સમાપ્ત કરવો પડશે. તમને જણાવી દઈએ કે, જિયોને આ ૮ GB વાળા પેકની કિંમત ૧૦૦ રૂપિયા છે, પરંતુ તમને આ પેક ફ્રીમાં મળશે. પેકના પ્રમોશન માટે કંપનીએ પોતાના ગ્રાહકોને નોટિફિકેશન પણ મોકલવાના શરૂ કરી દીધા છે.
આ ફ્રી ડેટા તે યુઝર્સને મળી રહ્યો છે જે જિયો ટીવી જોવે છે અથવા જિયોની બીજી એપનો ઘણી વખત ઉપયોગ કરે છે.નવા એડ ઓન પેક માત્ર ડેટા બેનીફીટ સાથે આવે છે, તેમાં વોયસ કોલ અથવા એસએમએસની વિશેષ સુવિધા આપવામાં આવી નથી. જયારે કંપની તરફથી એ પણ જાણકારી આપવામાં આવી નથી કે, આ ૮ જીબી ડેટા વાળી ઓફર કેટલા દિવસ આપવામાં આવશે.