રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ખુશખબર છે. કંપની 98 અને 149 રૂપિયાના પ્લાન પરત લઇ આવી છે. જણાવી દઇએ કે 6 ડિસેમ્બરથી વધેલી કિંમત સાથે જારી કરવામાં આવેલા જિયોના પ્રીપેડ પ્લાન્સની લિસ્ટમાં આ બંને પ્લાન્સ સામેલ ન હતા.
149 રૂપિયાનો પ્લાન
1 જીબી પ્રતિ દિવસના ડેટા સાથે આ પ્લાનમાં 24 દિવસની વેલીડીટી પર કુલ 24 જીબી ડેટા, દરરોજ 100 ફ્રી એસએમએસ, જિયો ટુ જિયો અનલિમિટેડ ફ્રી કોલિંગ, અન્ય નેટવર્ક પર ફ્રી કૉલ માટે 300 FUP મિનિટ મળે છે. આ ઉપરાંત જિયો એપ્સનું કોમ્પ્લિમેંટરી સબ્સ્ક્રીપ્શન પણ મળે છે.
98 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં જિયો ટુ જિયો કૉલિંગ ફ્રી છે. જિયો નેટવર્કની બહાર કૉલ કરવા માટે યુઝર્સે IUC વાઉચરથી રિચાર્જ કરાવવું પડશે. જેની શરૂઆત 10 રૂપિયાથી થાય છે. 10 રૂપિયાના વાઉચરમાં 124 IUC મિનિટ મળે છે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે. આ પ્લાનમાં કુલ 300 SMS અને જિયો એપ્સનું કોમ્પ્લીમેન્ટ્રી સબ્સ્ક્રીપ્શન મળે છે.
નવા પ્લાનમાં જિયો ટુ જિયો અનલિમિટેડ કૉલની સુવિધા યથાવત
જણાવી દઇએ કે એરટેલ, વોડાફોન આઇડિયા અને રિલાયન્સ જિયો ત્રણેયે પોતાના પ્રીપેડ પ્લાન્સની કિંમત વધારી છે. એરટેલ અને વોડાફોન આઇડિયાએ 3 ડિસેમ્બરથી નવા પ્લાન લાગુ કર્યા હતાં. સાથે જ રિલાયન્સ જિયો ઇન્ફોટોમે 6 ડિસેમ્બરથી નવા પ્લાન લાગુ કર્યા હતાં. નવા પ્લાન્સમાં અનલિમિટેડ વોઇસ અને ડેટા સર્વિસ આપવામાં આવી છે.જણાવી દઇએ કે જિયોના નવા પ્લાનમાં મિનિમમ ટેરિફ 28 દિવસ માટે 199 રૂપિયાનો છે, જ્યારે મેક્સિમમ ટેરિફ 365 દિવસ માટે છે, જે 2199 રૂપિયાનો છે. કંપનીએ જણાવ્યું છે કે નવા પ્લાનમાં ગ્રાહકોને 300 ટકા વધુ લાભ મળશે. નવા પ્લાનમાં જિયો ટુ જિયો અનલિમિટેડ કૉલની સુવિધા મળશે.