નવી દિલ્હી : ભારતના 71 મા પ્રજાસત્તાક દિન નિમિત્તે, ટ્વિટરે એક વિશેષ ટ્રાઇ-કલર ઇન્ડિયા ગેટ ઇમોજી રજૂ કરી છે. પ્રજાસત્તાક દિવસ આવતીકાલે એટલે કે 26 જાન્યુઆરી, 2020 માં દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. જારી કરાયેલ ઇમોજીમાં ઇન્ડિયા ગેટને કેસરી, સફેદ અને લીલા રંગમાં રંગિત જોઈ શકાય છે. આ ઇમોજી ત્યારે જોવામાં આવશે જ્યારે વપરાશકર્તાઓ #RepublicDay, #RepublicDayIndia અને # RDay71 જેવા હેશટેગ્સ ટાઇપ કરશે.
ન્યૂઝ એજન્સી આઈએએનએસએ ટ્વિટર ઈન્ડિયાને ટાંકીને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રને તેમના સંબોધન દરમિયાન ટ્વિટરના નવા પ્રજાસત્તાક દિવસ ઇમોજી સાથે ટ્વીટ કરશે.
ટ્વિટરના રિપબ્લિક ડે ઇમોજી પહેલાથી જ ઉપલબ્ધ કરાઈ ચૂક્યા છે અને 30 જાન્યુઆરી, 2020 સુધી લાઇવ થશે. અંગ્રેજી સિવાય, આ ઇમોજી ત્યારે પણ દેખાશે જ્યારે વપરાશકર્તાઓ હિન્દી, બંગાળી, ઉર્દૂ, તેલુગુ, તામિલ, ગુજરાતી, ગુરમુખી, કન્નડ, મલયાલમ અને મરાઠી સહિત દસ અન્ય ભાષાઓમાં ટ્વીટ કરશે. ઉદાહરણ તરીકે, વપરાશકર્તાઓ હિન્દીમાં # પ્રજાસત્તાક દિવસ લખે ત્યારે પણ આ ઈમોજી આવશે.