રોલ્સ રોયસ મોટર્સે ભારતમાં તેની ફર્સ્ટ ઓફ રોડ એસયુવી Cullinan Black Badge એડિશન લોન્ચ કરી દીધી છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 8.2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ કારને ઓલ વ્હીલ ડ્રાઇવ સાથે રજૂ કરવામાં આવી છે. જો કે, Cullinan Black Badgeની કિંમત તેને કસ્ટમાઇઝ કરાવનારા ગ્રાહકો પર નિર્ભર કરે છે.
રોલ્સ રોયસ Cullinan Black Badgeને રેથ અને ઘોસ્ટ મોડેલ સાથે વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ આ ગાડીને વર્ષ 2017માં બંધ કરી દેવામાં આવી હતી. Cullinan Black Badge યૂથને અટ્રેક્ટ કરે છે. જો કે, તેમાં મળતું એન્જિન અને કેબિન અગાઉના મોડેલ જેવી જ રાખવામાં આવી છે. આ કાર ખરીદનારા ગ્રાહકો પાસે 44,000થી વધુ કલર્સ પસંદ કરવાનો ઓપ્શન અવેલેબલ છે.Cullinan Black Badgeમાં 6.75 લિટર ટ્વલીન ટર્બો V12 એન્જિન આપવામાં આવ્યું છે, 590bhp પાવર અને 900Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 8 સ્પીડ HF અને 7 સ્પીડ ZF ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે. આ એન્જિનના પાવરને કરન્ટ મોડેલની સરખામણીએ 29BHp અને ટોર્ક 50Nm સુધી વધારવામાં આવ્યો છે. Cullinan પહેલી ગાડી છે જેમાં રોલ્સ રોયસ ઓલ વ્હીલ ડ્રાઇવનો ઓપ્શન આપી રહી છે.
રોલ્સ રોયલ Cullinan Black Badgeમાં 22 ઇંચના બ્લેક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે, જેને ખાસ કરીને આ એડિશન માટે બનાવવામાં આવ્યાં છે. Cullinan Black Badgeના ઇન્ટિરિયરમાં શાનદાર કેબિન અને હાઇ-ટેક ફીચર્સ સાથે કસ્ટમાઇઝેશનનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. તેમજ, તેના ઇન્ટિરિયરને બ્લેક અને રેડ કલરમાં તૈયાર કરવામાં આવ્યું છે.આ કારમાં અનેક ડ્રાઇવર આસિસ્ટન્ટન્સ સિસ્ટમ્સ જેમાં એક્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ, પેડેસ્ટ્રિયન સાથે નાઇટ વિઝન અને પાર્ક આસિસ્ટ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ સાથે જ મુગેલો રેડમાં ડબલ કોચલાઇન, મુગેલો રેડ સ્ટિચિંગ સાથે બ્લેક સીટ પાઇપિંગ, ટોપ સ્ટિચ સાથે ઇન્સ્ટ્રુમેન્ટલ પેનલ, એક્સટેન્ડેડ લેધર હેડલાઇનર સાથે કારમમાં સંપૂર્ણ રીતે બ્લેક કોન્ટ્રાસ્ટ ફીલ આપવામાં આવી છે. આ ઉપરાંત, કારમાં હેડરેસ્ટ પર RR મોનોગ્રામ, ફૂટમેટ્સ, બ્લેક બેજ ક્લોક, ફ્રંટ મસાજ સીટ, 12 ઇંચના HD ટચસ્ક્રીન મોનિટર સાથે રોલ્સ રોયસ બી-સ્પોક ઓડિયો, લોન્જ સીટિંગ, સ્મોકર પેકેજ, રિઅર થિયેટર કન્ફીગરેશન, મુગેલો રેડ સિગ્નેચર કી જેવાં અન્ય ઘણાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.