Samsung આજે ભારતમાં નવી દિલ્હીની અેક ઇવેન્ટમાં તેની નવી Gear Sport સ્માર્ટવોચ અને Gear Fit2 Pro ફિટનેસ બેન્ડ લોન્ચ કર્યા. તેમની કિંમત ક્રમશ: 22,990 રૂપિયા અને 13,950 રૂપિયા રાખવામાં આવ્યા છે. Gear Fit2 Pro ગ્રાહકો માટે બ્લેક અને રેડ કલરમાં મળશે.
સૌ પ્રથમGear Fit2 Proની વાત કરીએતો 5 એટીએમ લેવલ સુધી પાણી રેસિસ્ટન્સ આપવામાં આવશે. આ ફિટનેસ બેન્ડ સ્પીડો ઍપ દ્વારા યુઝરની સ્વિમિંગ એક્ટીવીટીઝને ટ્રૅક કરે છે અને તેની સમરી બનાવે છે. Samsung Gear Fit2 Pro દ્વારા યુઝર્સ તેની એક્ટીવીટી, સ્લીપ અને ડૅશબોર્ડમાં વર્કઆઉટની સ્થિતિ જાણી શકે છે.
આ ઉપકરણ MyFitnessPal અને Endomondo સાથે કોમ્પેટીબલ પણ છે Gear Fit 2 Pro એક્ટીવીટી ઑટોમેટિકલી ડિટેક્ટ કરી શકે છે અને તેનું લોગ તૈયાર થઈ શકે છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તે બૅંડ TizenOS પર ચાલે છે અને 16 M કલર ડેફ્થ સાથે 1.5-ઇંચ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે. આ ઉપકરણમાં 512 MB રેમ અને 4 GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેની 2GB વપરાશકર્તા માટે ઉપલબ્ધ છે.
Gear Fit 2 Proનું વજન 34 ગ્રામ અને તેની બેટરી 200mAh છે. કંપનીએ દાવો કર્યો હતો કે, તે સિંગલ ચાર્જમાં લગભગ 3-4 દિવસ સુધી ચાલે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો બ્લૂટૂથ v4.2 અને Wi-Fi b / g / n, GPS અને GLONASS અાપવામાં અાવ્યા છે.
Gear Sportમાં 300 એમએએચની બેટરી આપવામાં આવેલ છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો બ્લૂટૂથ v4.2, Wi-Fi b / g / n, NFC, GPS અને GLONASS અાપવામાં અાવ્યા છે. Gear Sportમાં ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે 1.2 ઇંચ સર્ક્યુલર સ્ક્રીન છે. તેમાં ડ્યુઅલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે અને આ Samsungનું Tizen OS પર ચાલે છે. તેનું વજન 50 ગ્રામ છે અને તેમાં 768 MB રેમ અને 4 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે.